Get The App

Spam Callsથી કંટાળ્યા છો ? આ સરળ સ્ટેપ અપનાવી કોલ ઓટોમેટિક જ બ્લોક કરો

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
Spam Callsથી કંટાળ્યા છો ? આ સરળ સ્ટેપ અપનાવી કોલ ઓટોમેટિક જ બ્લોક કરો 1 - image

Image:freepik 

નવી મુંબઇ,તા. 22 નવેમ્બર 2023, બુધવાર

લગભગ દરેક વ્યક્તિ આજકાલ સ્પામ કોલ્સને કારણે પરેશાન થઈ રહ્યાં છે. આજકાલ રેગ્યુલર અને કામના ફોનકોલથી વધારે તો દિવસોમાં ફેક અને સ્પામ કોલ કે મેસેજ દરેકને આવી રહ્યા છે. કેટલાક લોકોને પૈસા ટ્રાન્સફર કરવા માટે કોલ આવી રહ્યા છે તો કેટલાકને OTP શેર કરવા માટે કોલ આવી રહ્યા છે. જો તમે સ્પામ કોલ્સથી છૂટકારો મેળવવા માંગો છો, તો અમે તમારા માટે એક સરળ ટ્રીક લાવ્યા છીએ, જેનાથી તમે અણગમતા કોલ્સથી છુટકારો મેળવી શકો છો.

કેવી રીતે રોકવા ?

ઓફિસ, કૉલેજ અથવા કોઈપણ સમયે કોઈપણ અજાણ્યા નંબર પરથી સ્પામ કોલ્સ આવે છે. આ કોલ્સ એટલા ખતરનાક હોય છે કે તમારી સાથે કોઈ છેતરપિંડી કેસ સ્કેમ થવાનો ભય પણ રહેલો છે. આ આશંકિત જોખમોથી બચવા માટે તમે તેના પર રોક લગાવી શકો છો. આ સ્પામથી છુટકારો મેળવા માટે ફોનમાં કેટલાક સેટિંગ્સ કરવાની જરૂર પડશે.

મહત્વની વાત એ છે કે અમે આજે જે ટ્રિક આપને જણાવી રહ્યાં છે તેના માટે યુઝર્સને કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર નહીં પડે. તમે તમારા ફોનમાં જ રહેલા કેટલાક બેઝિક સેટિંગ્સ બદલીને પણ આ કોલ્સ પર બ્રેક લગાવી શકો છો.

નકલી કોલ્સને રોકવા ફોલો કરો આ પ્રોસેસ :

  • સૌથી પહેલા મોબાઈલ ફોનના સેટિંગમાં જાઓ.
  • તમારે કોલ સેટિંગ્સ પર ક્લિક કરો
  • હવે Caller ID & Protection પર ક્લિક કર

આ ઓપ્શને Enableને કર્યા પછી, તમારી પાસે આવતા સ્પામ કોલ્સ આપમેળે બંધ થઈ જશે અથવા લગભગ ઘટી જશે. આ સેટિંગ દરેક ફોનમાં અલગ-અલગ રીતે દેખાય છે. ઉદાહરણ તરીકે, યુઝર્સને કોલર આઈડી અને સ્પામ પ્રોટેક્શન માટે બે વિકલ્પો મળે છે. એક Block All Spam & Scam Calls અને અન્ય Only Block High Risk Scam છે. યુઝર્સ તેમની સુવિધા અનુસાર કોઈપણ વિકલ્પ પસંદ કરી શકે છે.


Google NewsGoogle News