ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ ખતરનાક છે આ વસ્તુ, શિશુને પહોંચી રહ્યું છે નુકસાન
Image Source: Freepik
અમદાવાદ, તા. 04 નવેમ્બર 2023 શનિવાર
પ્રદૂષિત હવામાં શ્વાસ લેવો ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જોખમી હોઈ શકે છે. આપણા દેશમાં પ્રદૂષણનું સ્તર ઝડપથી વધતુ જઈ રહ્યુ છે. દરમિયાન આ દિલ્હી એનસીઆર અને મુંબઈ જેવા શહેરોમાં રહેતા લોકો માટે આફત બની ગયુ છે. વધતા પ્રદૂષણના કારણે હવામાં હાનિકારક ગેસ અને કણ ભરાઈ ગયા છે, જે શ્વાસ લેવા પર સીધા આપણા શરીરમાં પ્રવેશ કરી જાય છે. આ કણ સામાન્ય લોકો માટે નુકસાનકારક તો છે જ પરંતુ ગર્ભવતી મહિલાઓ અને તેમના ગર્ભમાં ઉછરી રહેલા બાળક માટે પણ જોખમી છે. પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી ગર્ભવતી માતાઓ અને શિશુને ઘણા પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.
તાજેતરમાં જ એક અભ્યાસની જાણ થાય છે કે પર્યાવરણમાં વધતુ પ્રદૂષણ ગર્ભસ્થ શિશુઓને અસર કરી રહ્યુ છે. ઘણા સંશોધનોમાં એ જોવામાં આવ્યુ છે કે ગર્ભાવસ્થા દરમિયાન માતાના શરીરમાં હાજર પ્રદૂષણ ભ્રૂણ સુધી પહોંચી જાય છે. તાજેતરમાં જ વૈજ્ઞાનિકોને પહેલી વખત ત્રણ મહિનાના ભ્રૂણના શરીરમાં વાયુ પ્રદૂષણના કણ મળ્યા છે. ભ્રૂણના લિવર, ફેફસા અને મગજમાંથી નેનો પાર્ટિકલ્સ મળ્યા છે. આ એ વાતનો પુરાવો છે કે માતાના શ્વાસ દ્વારા પ્રદૂષણ પ્લેસેંટાને પાર કરીને ભ્રૂણ સુધી પહોંચી જાય છે. ગર્ભવતી મહિલાઓ દ્વારા પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી શિશુના મગજ અને ફેફસાનો વિકાસ અસર થાય છે. તેનાથી બાળકમાં ઓછુ વજન, શીખવાની ઉણપ અને બૌદ્ધિક વિકલાંગતા જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે.
મગજ અને ફેફસાને પહોંચી રહ્યુ છે નુકસાન
રિસર્ચ અનુસાર પ્રદૂષિક હવામાં શ્વાસ લેવાથી ગર્ભમાં ઉછરી રહેલા બાળકના મગજ અને ફેફસાનો વિકાસ અસર થાય છે. ગર્ભવતી મહિલાઓ દ્વારા પ્રદૂષિત હવાની સાથે આ ઝેરી કણો અને ગેસને શ્વાસની સાથે અંદર લેવાથી ભ્રૂણના મગજ અને ફેફસાને ગંભીર નુકસાન પહોંચી રહ્યુ છે.
શિશુનો વજન ઘટવો
સંશોધનો અનુસાર પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી ગર્ભમાં ઉછરી રહેલા બાળકનું વજન ઘટી જાય છે. ધૂળ અને ઝેરીલા કણ માતાના રક્ત પ્રવાહમાં મળીને પોષક તત્વોને શિશુ સુધી પહોંચવાથી રોકે છે, જેનાથી શિશુનો વિકાસ અસર થાય છે. ઓછુ વજન ધરાવતા જન્મ લેનાર બાળકોમાં ઘણા સ્વાસ્થ્ય સમસ્યાઓ જોવા મળે છે.
શીખવાની ઉણપ
સંશોધનો અનુસાર પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી બાળકોમાં શીખવા અને સમજવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. તેઓ સરળતાથી કંઈ શીખી શકતા નથી અને બૌદ્ધિક રીતે પાછળ રહી જાય છે. આ જ કારણ છે કે પ્રદૂષણ રહિત વાતાવરણમાં રહેવુ ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જરૂરી હોય છે.