Get The App

International Yoga Day 2021: આંખોની રોશની વધારવા માટે કરો આ યોગાસન..!

Updated: Jun 16th, 2021


Google NewsGoogle News
International Yoga Day 2021: આંખોની રોશની વધારવા માટે કરો આ યોગાસન..! 1 - image

નવી દિલ્હી, તા. 16 જૂન 2021, બુધવાર 

શરીરના અન્ય અંગોની જેમ આંખોનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. આજની ભાગ-દોડ ભરી લાઇફસ્ટાઇલમાં આપણે સમયના અભાવમાં આપણે પોતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખી શકતા નથી. આ જ કારણ છે કે સમય અને ઉંમર પહેલા જ આંખોની રોશની વીક થવા લાગે છે. આંખો નબળી હોવાના કેટલાય કારણો હોઇ શકે છે. પરંતુ તેમાં એક મહત્ત્વનું કારણ એ પણ છે કે આજકાલ મોટાભાગના લોકો કૉમ્પ્યૂટર. લેપટોપ વગેરે પર કામ કરે છે. ત્યારે મોબાઇલની સ્ક્રીન પર લાંબા સમય સુધી કામ કરવાથી પણ આંખો પર અસર પડે છે. એવામાં આંખોમાં બળતરા, ડ્રાઇનેસ જેવી કેટલીય સમસ્યાઓ થઇ શકે છે. તેના માટે તમે કેટલાક ખાસ યોગાસન પોતાના રૂટીનમાં સામેલ કરી શકો છો. તેની મદદથી ન માત્ર આંખોની રોશની વધારવામાં મદદ મળશે, પરંતુ આંખો સાથે સંકળાયેલી કેટલીક અન્ય સમસ્યાઓ માટે પણ આ રામબાણ સાબિત થશે. 

હથેળી રગડવી :- પોતાની આંખોના સ્વાસ્થ્ય માટે તમે આ સરળ રીત અજમાવી શકો છો. આ કરવા માટે સૌથી પહેલા પોતાની આંખો બંધ કરીને બેસી જાઓ અને ઊંડા શ્વાસ લો. ત્યારબાદ બંને હાથની હથેળીઓને ઝડપથી રગડો અને જ્યારે આ ગરમ થઇ જાય ત્યારે તેને પોતાની પાંપણો ઉપર લગાઓ. આ પ્રક્રિયા ત્રણવાર કરો.

પાંપણો ઝપકાવી :- આ પણ ખૂબ જ સરળ રીત છે. આમ કરવા માટે સૌથી પહેલા બેસી જાઓ અને પોતાની આંખોને ઝડપથી દસ વખત ઝપકાઓ. ત્યારબાદ લગભગ 20 સેકેન્ડ્સ સુધી પોતાની આંખો બંધ રાખો. તેનાથી તમને આરામ મળશે. આ પ્રક્રિયા પણ ત્રણથી પાંચવાર સુધી કરો. 

સાઇડમાં જોવું :- આ આસન કરવા માટે સૌથી પહેલા પોતાના પગને શરીરની લાઇનમાં સીધા રાખીને બેસી જાઓ. ત્યારબાદ હાથની મુઠી વાળી દો અને અંગૂઠો ઉપર બાજુ રાખતા હાથ ઊંચો કરો. ત્યારબાદ પોતાની આંખોની સામે સ્થિત બિંદુને ધ્યાનથી જુઓ અને આંખને એક બાજુથી બીજી બાજુ કેન્દ્રિત કરો. આ પ્રક્રિયા ઓછામાં ઓછી 10 વખત કરો. ત્યારબાદ પોતાની આંખો બંધ કરી લો અને તેને આરામ આપો. 

સામેની બાજુ જોવું :- આ પણ ખૂબ સરળ રીત છે. આ કરવા માટે સૌથી પહેલા પોતાના પગને શરીરની લાઇનમાં સીધા રાખીને બેસી જાઓ. ત્યારબાદ પોતાના ડાબા હાથની મુઠ્ઠી વાળો અને હાથનો અંગૂઠો ઉપરની તરફ નિકાળો.. હવે પોતાની આંખોને ડાબા અંગૂઠા પર કેન્દ્રિત રાખો અને પોતાની આંખોને સામે ઊંચાઇ પર સ્થિત બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરો. ત્યારબાદ આ પ્રક્રિયા જમણા હાથના અંગૂઠાની સાથે કરો અને ત્યારબાદ પોતાની આંખો બંધ કરીને આંખોને આરામ આપો. 


Google NewsGoogle News