Get The App

પહાડો પર જનારાઓ સાવધાન ! વાહન ચલાવતી વખતે આવી ભૂલો કરી તો થઈ શકે છે મોટી દુર્ઘટના

પહાડો પરના રસ્તા વળાંકવાળા હોય છે એટલે સ્પીડમાં કટ લેતી વખતે મોટો અક્સમાત થવાની સંભાવના રહે છે

પહાડો પર સીધા રસ્તા ન હોવાથી ક્યારેય ઓવરટેક કરવાની ભૂલ ન કરશો

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
પહાડો પર જનારાઓ સાવધાન ! વાહન ચલાવતી વખતે આવી ભૂલો કરી તો થઈ શકે છે મોટી દુર્ઘટના 1 - image
Image Envato 


તા. 31 ડિસેમ્બર 2023, રવિવાર 

Car or Bike Driving Tips in Mountain: આપણામાંથી મોટાભાગના લોકોને ફરવાનું ગમતું હોય છે અને તેમા પણ પહાડો પર ફરવું કોને ન ગમે? રજાઓ દરમિયાન મિત્રો અથવા પરિવાર સાથે લોકો પહાડી વિસ્તારમાં ફરવા જતા હોય છે. જેમા કેટલાક લોકો જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરતા હોય છે, તો કેટલાક પોતાની કાર અથવા બાઈક લઈને જતા હોય છે. પોતાની પ્રસનલ કાર કે બાઈક લઈ જવાના ઘણા ફાયદા છે, પરંતુ જો તમે કાર લઈને પહાડોમાં ફરવા જઈ રહ્યા હોવ તો, કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે. નહીં તો તમારી નાની ભૂલ કોઈવાર મોટી દુર્ઘટના સર્જી શકે છે. આવો આજે આપણે પહાડો કાર કે બાઈક ચલાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે જાણીએ..

પહાડો પર વાહન ચલાવતી વખતે આ બાબતોનું ધ્યાનમાં રાખવું જરુરી 

સ્પીડનું ધ્યાન

કેટલાક લોકો શહેરોમાં જે રીતે ગાડી ચલાવતા હોય છે તે રીતે પહાડો પર ચલાવતા હોય છે,પરંતુ ભૂલથી પણ આવી ભૂલ ન કરશો. કારણ કે પહાડો પરના રસ્તા વળાંકવાળા હોય છે એટલે સ્પીડમાં કટ લેતી વખતે મોટો અક્સમાત થવાની સંભાવના રહે છે. એટલા માટે પહાડો પર હંમેશા ઓછી સ્પીડ રાખવી જોઈએ.

ઓવરટેક કરવાની ભૂલ ન કરશો 

શહેરોના સીધા રસ્તા પર તમે સરળતાથી ઓવરટેક કરી શકો છો, પરંતુ પહાડો પર આવુ ન કરો. નહીં તો સામેથી આવતી ગાડી સાથે તમારી ગાડી ટકરાઈ શકે છે અને મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. પહાડોના રસ્તા સાંકડા હોય છે, જેના કારણે ઓવરટેક કરવાની ભૂલ ન કરવી જોઈએ.

ઢાળવાળા રસ્તા પર ખૂબ ધ્યાન રાખો

પહાડો પર ક્યારેક ઘણી ઉંચાઈ પર ચઢાવવી પડતી હોય છે, ત્યારે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે ઢાળ પર તમે વાહન ઉપર ચઢાવતા હોવ ત્યારે સામેથી આવતા વાહનને પહેલા જવા દો, નહી તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. 

હોર્ન અને ડિપરનો ઉપયોગ 

એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે, જ્યારે પણ તમે પહાડોના રસ્તા પર વાહન ચલાવતા હોવ ત્યારે તમારા વાહનની લાઈટ અને હોર્ન બરોબર રાખવા જરૂરી છે. કારણ કે પહાડો પર રાત્રીના સમયે ગાડીઓ હોર્ન અને ડિપરનો ઉપયોગથી જ ચાલતી હોય છે. ડિપર મારવાથી પહાડો પર સામેથી આવતા વાહન ચાલકને ખ્યાલ આવે છે કે સામે કોઈ વાહન આવી રહ્યુ છે, એટલે ડિપરનો ઉપયોગ કરવાથી મોટી દુર્ઘટના ટળી શકે છે. 


Google NewsGoogle News