ફરવા માટે ભારતના આ સ્થળો વિદેશીઓની છે પહેલી પસંદ, જુઓ લિસ્ટ

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
ફરવા માટે ભારતના આ સ્થળો વિદેશીઓની છે પહેલી પસંદ, જુઓ લિસ્ટ 1 - image


                                                       Image Source: Wikipedia 

નવી દિલ્હી, તા. 31 ઓક્ટોબર 2023 મંગળવાર

વિદેશી ટુરિસ્ટને ભારત ખૂબ પસંદ છે. અહીંની સુંદરતા અને કલ્ચર એ રીતે તેમના મનને ગમી ગયુ છે કે દર વર્ષે મોટી સંખ્યામાં ફોરેનર્સ આવે છે. મોટી સંખ્યામાં વિદેશી આપણા દેશમાં અધ્યાત્મની શોધમાં આવે છે. ભારતમાં અમુક એવા સ્થળો છે જ્યાં આવવુ દરેકને પસંદ પડે છે. 

ફરવા માટે ભારતના આ સ્થળો વિદેશીઓની છે પહેલી પસંદ, જુઓ લિસ્ટ 2 - image

ગોવા

બીચ અને નાઈટલાઈફના કારણે ગોવા વિશ્વના ટૂરિસ્ટ્સની મનપસંદ જગ્યા છે. વિદેશીઓના બજેટના હિસાબે પણ ગોવા પરફેક્ટ માનવામાં આવે છે. ત્યાંનું બાગા બીચ, અંજુના બીચ વિદેશીઓને ખૂબ ગમે છે. તેમને ત્યાં ઘણા સસ્તામાં કમ્પ્લીટ લક્ઝરી સ્ટે મળી જાય છે. તેમના હિસાબે ગોવા કોઈ સ્વર્ગથી ઓછુ નથી. 

ફરવા માટે ભારતના આ સ્થળો વિદેશીઓની છે પહેલી પસંદ, જુઓ લિસ્ટ 3 - image

ઋષિકેશ

ઉત્તરાખંડનું ઋષિકેશ ખૂબ સુંદર છે. આ અધ્યાત્મ માટે પણ ખૂબ ફેમસ છે. આ શહેરને યોગનું હોટસ્પોટ પણ કહેવામાં આવે છે. ત્યાં મેડિટેશન અને યોગ માટે મોટી સંખ્યામાં ફોરેનર્સ આવે છે. ઋષિકેશમાં ઘણા આશ્રમ અને ધાર્મિક સ્થળ પણ તેમને લોભાવે છે. આ સિવાય ત્યાં વિદેશી ટૂરિસ્ટ્સને એડવેન્ચર સ્પોર્ટ્સ જેમ કે રાફ્ટિંગ, કેમ્પિંગ, ટ્રેકિંગની મજા માણવાની પણ તક મળે છે. ત્યાંની આયુર્વેદિક થેરાપી પણ ખૂબ ફેમસ છે.

ફરવા માટે ભારતના આ સ્થળો વિદેશીઓની છે પહેલી પસંદ, જુઓ લિસ્ટ 4 - image

જયપુર

વિદેશી ટૂરિસ્ટ્સને રાજસ્થાનની રાજધાની જયપુર પણ ખૂબ ગમે છે. ત્યાં અમેરિકી પર્યટક મોટી સંખ્યામાં આવે છે. ફ્રાન્સ અને બ્રિટનમાંથી પણ મોટી સંખ્યામાં ટૂરિસ્ટ ત્યાં જાય છે. માર્ચ મહિનામાં આ શહેરમાં મોટી સંખ્યામાં વિદેશી ટૂરિસ્ટ્સ ફરવા આવે છે.

ફરવા માટે ભારતના આ સ્થળો વિદેશીઓની છે પહેલી પસંદ, જુઓ લિસ્ટ 5 - image

જેસલમેર

જેસલમેર અમેરિકી ટૂરિસ્ટ્સની પહેલી પસંદ માનવામાં આવે છે. ત્યાંની મહેમાનવાઝી, સાંસ્કૃતિક, વિરાસત, સંગીત અને કલાની સાથે ભોજનનો સ્વાદ તેમને ખૂબ લોભાવે છે. ત્યાં જઈને રણમાં ઊંટની સવારીની સાથે કેમ્પિંગની મજા પણ ઉઠાવી શકાય છે.

ફરવા માટે ભારતના આ સ્થળો વિદેશીઓની છે પહેલી પસંદ, જુઓ લિસ્ટ 6 - image

લદ્દાખ

લદ્દાખ વિદેશી ટૂરિસ્ટ્સનું મનપસંદ સ્થળ છે. ત્યાં મોટી સંખ્યામાં અમેરિકી પર્યટક આવે છે. હિમાલયના આ સ્થળ વિદેશી ટૂરિસ્ટ્સના મનમાં વસે છે, ત્યાં જઈને બરફનો આનંદ ઉઠાવે છે અને લોન્ગ ડ્રાઈવની મજા ઉઠાવે છે. હેનલે ગામ વિદેશી પર્યટકો માટેનું રાત્રિ રોકાણનું સૌથી સારુ સ્થળ માનવામાં આવે છે. પહેલા ત્યાં જવાની મનાઈ હતી. 

ફરવા માટે ભારતના આ સ્થળો વિદેશીઓની છે પહેલી પસંદ, જુઓ લિસ્ટ 7 - image

કેરળ

કેરળ ભારતીયોની જ નહીં પરંતુ વિદેશી પર્યટકોની પણ પસંદ છે. ત્યાં જવુ તેમના માટે કોઈ સપનાથી ઓછુ હોતુ નથી. ઈસ્ટ ઓફ વેનિસ નામથી મશહૂર કેરળ ખૂબ સુંદર છે. ત્યાંનું કલ્ચર, ફેસ્ટિવલ, બોટ રેસ, બેકવોટર, આયુર્વેદિર રિટ્રીટ, હરિયાળી પર્યટકોને આકર્ષિત કરે છે. 


Google NewsGoogle News