Get The App

શિયાળામાં દવાથી નહીં આ પાંચ શાકનો ઉપયોગ કરી બ્લડ પ્રેશર કરો કંટ્રોલમાં

Updated: Dec 2nd, 2018

GS TEAM

Google News
Google News
શિયાળામાં દવાથી નહીં આ પાંચ શાકનો ઉપયોગ કરી બ્લડ પ્રેશર કરો કંટ્રોલમાં 1 - image

અમદાવાદ, 2 ડિસેમ્બર 2018, રવિવાર

શિયાળો એટલે સ્વાસ્થ્ય બનાવવાની સીઝન, કારણ કે આ ઋતુમાં દરેક પ્રકારના શાકભાજી મળે છે અને આ શાક બ્લડ પ્રેશરને પણ કાબૂમાં રાખી શકે તેવા હોય છે. બ્લડ પ્રેશરના કારણે ધમનીઓ અકડાઈ જવી, રક્ત પરીભ્રમણમાં બાધા ઉદ્ભવવી તેમજ સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે. પરંતુ જો યોગ્ય ડાઈટ લેવામાં આવે તો બ્લડ પ્રેશરને કાબૂમાં રાખી શકાય છે. ખાસ વાત એ છે કે બીપીને કંટ્રોલમાં રાખવા માટે તમારે કોઈ દવા ખાવાની જરૂર નથી. બ્લડ પ્રેશર તમે ખાસ પ્રકારના શાક ખાઈને કાબૂમાં રાખી શકો છો. 

પાલક

પાલકની ભાજીમાં પોટેશિયમ અને લ્યૂટિન વધારે પ્રમાણમાં હોય છે. લ્યૂટિન ધમનીઓને જાડી થતી અટકાવે છે જેનાથી હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય છે. તેમાં ફોલેટ અને મૈગ્નેશિયમ પણ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે. 

મેથી

મેથીના પાન તેમજ બીમાં ફાઈબર હોય છે. જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ તેમાં સોડિયમની માત્રા ઘણી ઓછી હોય છે. તે પણ હૃદય અને બીપી માટે લાભકારક સાબિત થાય છે.

ગાજર

ગાજરમાં પણ પોટેશિયમ હોય છે જે નસ અને ધમનીઓને આરામ આપે છે. તે સોડિયમના દુષ્પ્રભાવોને બેઅસર કરવામાં મદદ કરે છે. નિયમિત ગાજર ખાવાથી સ્ટ્રોક આવવાનું જોખમ ઘટી જાય છે. 

મૂળા

મૂળા પોટેશિયમથી ભરપૂર હોય છે. જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. તેનો ઉપયોગ સલાડ તરીકે નિયમિત કરવો જોઈએ.

બીટ

બીટમાં એન્ટી ઓક્સિડેંટ હોય છે જે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. તેમાં વિટામિન બી હોય છે જે તંત્રિકાઓને કાર્યરત કરવામાં મદદ કરે છે. શિયાળામાં નિયમિત રીતે બીટનો જ્યૂસ પીવાથી પણ લાભ થશે.