Get The App

શિયાળામાં સવારે કરો આ 3 યોગાસન, પેટની ચરબી ઝડપથી ઘટશે

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
Yoga Asanas For Belly Fat


Yoga Asanas For Belly Fat: શિયાળામાં પેટની ચરબી વધવાથી દરેક વ્યક્તિ ચિંતિત હોય છે. કારણ કે શિયાળામાં ઠંડીના કારણે હલનચલન ઓચ્ચું થતું હોય છે અને ખોરાક પણ વધુ માત્રામાં લેવાતો હોય છે. આથી વજનમાં થયેલો વધારો સૌથી વધુ પેટની આસપાસ જોવા મળતો હોય છે. આ પેટની ચરબી તમારા સ્વાસ્થ્ય પર ઘણી અસર કરે છે. તેમજ તે તમારા હૃદય માટે પણ ખૂબ નુકસાનકારક છે. તેથી, તમે પેટની ચરબી ઘટાડવા માટે આ 3 યોગાસનો તમને ઉપયોગી નીવળી શકે છે. 

શિયાળામાં સવારે કરો આ 3 યોગાસન, પેટની ચરબી ઝડપથી ઘટશે 2 - image

ભુજંગાસન

ભુજંગાસન પેટની ચરબી ઓછી કરવામાં સૌથી વધુ અસરકારક છે. તેમજ આ યોગાસન તમારા પેટના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને તમારી પાચન તંત્રને પણ સુધારે છે. ભુજંગાસનને કોબ્રા પોઝ પણ કહેવામાં આવે છે. 

ભુજંગાસન કેવી રીતે કરવું ?

- સૌથી પહેલા જમીન પર આસન પાથરીને તેની ઉપર પેટના બળે સૂઈ જાઓ. ત્યારબાદ ઊંડો શ્વાસ લો અને ધીરેથી તમારૂં માથું, છાતી તથા પેટને ઊંચા કરો, નાભિને જમીન પર રાખો.

- ત્યારબાદ તમારા શરીરના ઉપરના ભાગને હાથના ટેકાથી પાછળની તરફ ખેંચો.

- બંને હથેળી પર સરખો ભાર આવે તે રીતે પોઝિશન લો.

- જો શક્ય હોય તો પીઠને બને તેટલી ધનુષની જેમ વાળો અને હાથ સીધા રાખો.

- ત્યારબાદ શ્વાસ બહાર કાઢતા ધીરેથી તમારૂં પેટ, છાતી અને માથું જમીન પર પાછા લાવો.

ભૂજંગાસનમાં શું સાવધાની રાખશો?

ગર્ભાવસ્થા દરમિયાન આ આસન ના કરવું. તેમજ  કાંડા કે પાંસળીમાં કોઈ ઈજા થઈ હોય કે લાંબા ગાળાના રોગ કે કરોડરજ્જુની બીમારી થઈ હોય અથવા તો જો કમરમાં કોઈ ફ્રેક્ચર કે મણકાની સમસ્યા હોય તો પણ આ આસન ના કરવું જોઈએ.

શિયાળામાં સવારે કરો આ 3 યોગાસન, પેટની ચરબી ઝડપથી ઘટશે 3 - image

ધનુરાસન

ધનુરાસન એક એવું આસન છે જેમાં તમે ધનુષ્ય જેવું પ્રતીક બનાવો છો. આમ કરવાથી કમર મજબૂત થાય છે અને લચીલાપણું વધે છે. સાથે જ માનસિક તણાવ પણ દૂર થાય છે. તેનો એક ફાયદો એ છે કે તે પાચન શક્તિમાં વધારો કરે છે.

ધનુરાસન કેવી રીતે કરશો?

- સૌ પ્રથમ જમીન પર ઊંધા સૂઈ જાઓ. બંને પગ ભેગા રાખો. હવે પગને ઢીંચણમાંથી વાળીને પાનીઓ નિતંબ ઉપર આવે તેમ રાખો. પગની ઘૂંટીઓને તે તે બાજુના હાથથી પકડો. 

- હવે બંને હાથની મજબૂત પકડ રાખી બંને પગ ખેંચો અને સાથે સાથે આગળથી ધડને નાભિ સુધી ઊંચું કરી શરીરને ધનુષ્યાકાર કરો. માથું પાછળ ઝુકાવી આકાશ તરફ જુઓ.

- આ સમયે નાભિની ઉપર અને નીચેનો માત્ર ચાર આંગળ જેટલો શરીરનો ભાગ જ જમીન પર અડકેલો હશે. ઉરુ અને પેટના બીજા ભાગ જમીનથી અધ્ધર હશે. અને બંને પગ માથું ને બરડો એક રેખામાં હશે એટલે કે વળેલા કે વાંકા નહીં હોય.

- પાંચ-સાત સેકંડથી શરૂ કરી ત્રીસેક સેકંડ સુધી આસન સ્થિર રાખી પછી ઉલટા ક્રમથી આસન છોડવું.

ધનુરાસનમાં શું સાવધાની રાખશો?

પ્રેક્ટિસ કરતાં ધ્યાન રાખો કે મસલ ઓવરસ્ટ્રેચ ન થાય. તેમજ ફાઇનલ પોશ્ચર ત્યારે થાય છે જ્યારે પગનો અંગૂઠો કાનને સ્પર્શે. માથું ઝૂકાવશો નહીં. અંગૂઠાને માથું અડે તેવો પ્રયાસ કરો.

શિયાળામાં સવારે કરો આ 3 યોગાસન, પેટની ચરબી ઝડપથી ઘટશે 4 - image

પવનમુક્તાસન 

પવનમુક્તાસન પણ ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે. તેને  'વિન્ડ રીલીઝિંગ પોઝ' તેમજ  'ગેસ રીલીઝિંગ પોઝ' પણ કહેવામાં આવે છે. પવનમુક્તાસન એક એવું આસન છે જે તમારા પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. આ સાથે જ પેટના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને તમારી પાચન તંત્રને પણ સુધારે છે.

પવનમુક્તાસન કેવી રીતે કરશો?

- સૌથી પહેલા જમીન પર સૂઈ જાઓ. ત્યારબાદ બંને પગને ઢીંચણમાંથી પેટ તરફ લઇ જવા. 

- ત્યારબાદ બંને હાથ ભેગા કરીને ઘુંટણ ઉપર લોક કરવા અને દાઢીનો ભાગ ઘુંટણ તરફ લઇ જવો. ત્યાર પછી થોડાક સેકન્ડ રોકાઇને પહેલા માથુ જમીન પર મુકવું. 

- ત્યારબાદ હાથ મૂળ સ્થિતિમાં કમર પાસે જમીન પર મુકવા. છેલ્લે બંને પગ સીધા કરીને જમીન તરફ મૂળ સ્થિતિમાં લઇ જવા.

પવનમુક્તાસન કરતી વખતે શું સાવધાની રાખવી?

સર્વાઇકલનો દુખાવો, પેટની નાની-મોટી સર્જરી કરાવી હોય, ઘુંટણમા વધારે પડતો દુખાવો હોય, હાઇ બ્લડ પ્રેશર હોય કે સાઇટીકાનો દુખાવો હોય તેવી વ્યક્તિએ આ આસન ન કરવું જોઈએ. 

શિયાળામાં સવારે કરો આ 3 યોગાસન, પેટની ચરબી ઝડપથી ઘટશે 5 - image


Google NewsGoogle News