Get The App

ભારતીય પુરુષોમાં ઝડપથી 'ટાલિયા' થવાની સમસ્યા વધી! અપનાવો આ ઉપાય

Updated: Apr 7th, 2025

GS TEAM


Google News
Google News
ભારતીય પુરુષોમાં ઝડપથી 'ટાલિયા' થવાની સમસ્યા વધી! અપનાવો આ ઉપાય 1 - image

Hair loss problem in Indian people: પુરુષોમાં ટાલિયા થવાની સમસ્યા હાલના સમયમાં સામાન્ય બની ગઈ છે. મોટાભાગના પુરુષો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વાળ અમારી પર્સનાલિટીનો એક મહત્ત્વનો ભાગ છે. 

આ પણ વાંચો: શું તમે પણ ઑફિસમાં લાંબા સમય સુધી બેસીને કામ કરો છો? તો ફિટ રહેવા અપનાવો આ 5 આદત

ટાલ પડવાનું કારણ

ભારતમાં ઘણા પુરુષો ટાલ પડવાથી અને વાળ ખરવા તેમજ વાળ પાતળા થવાની સમસ્યા સામે ઝઝમી રહ્યા છે અને તેના મુખ્ય કારણો જીવનશૈલી અને આનુવંશિક પરિબળો છે. વર્તમાન સમયમાં બિનઆરોગ્યપ્રદ લાઈફ સ્ટાઈલ, ખરાબ પોષણ, પર્યાવરણીય પ્રદૂષણ અને તણાવને કારણે, પુરુષો નાની ઉંમરે ટાલ પડવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

પુરુષોમાં ટાલ પડવાનું મુખ્ય કારણ જીનેટિક અને હોર્મોન્સની અસરો છે. તેમાં ખાસ કરીને ડાયહાઇડ્રોટેસ્ટોસ્ટેરોન (DHT)નું સંયોજન હોવાનું માનવામાં આવે છે. DHT હોર્મોન વાળના ફોલિકલ્સમાં રીસેપ્ટર્સ સાથે જોડાય છે. આનુવંશિક વલણ ધરાવતી વ્યક્તિઓમાં DHT વાળના ફોલિકલ્સને સંકોચાઈ શકે છે, તેમને નબળા બનાવી શકે છે અને વાળ પાતળા થવા અને ખરવા જેવી સમસ્યા થવા લાગે છે. 

ટાલ પડવી 

માથાની ચામડી પર માલિશ કરવાથી લોહીનો પ્રવાહ વધે છે, જેનાથી વાળનો ગ્રોથ વધે છે. ત્યારે એ જરૂરી છે કે, તમે સારા હેર ઓઈલનો ઉપયોગ કરી વાળમાં હળવા હાથે રોજ માલિશ કરવી જોઈએ. 

એરંડાનું તેલ

વાળ માટે એરંડાનું તેલ સૌથી બેસ્ટ માનવામાં આવે છે. તેમાં પ્રોટીન, વિટામિન ઈ અને અનેક પ્રકારના મિનરલ્સ રહેલા છે. એરંડાનું તેલ હંમેશા ઓલિવ તેલ અથવા નાળિયેર તેલ સાથે મિક્સ કરીને લગાવવું જોઈએ.

ડુંગળીનો રસ 

ડુંગળીનો રસ માથાની ચામડીમાં બ્લડ સર્કુલેશન વધારે છે, જેનાથી વાળનો ગ્રોથ વધે છે. ડુંગળીનો રસ એલોપેસીયા એરિટા નામના રોગ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ બીમારીના કારણે શરીરના વિવિધ ભાગોમાંથી વાળ ખરવા લાગે છે.

આ વસ્તુઓનો ઉપયોગ 

વાળનો ગ્રોથ વધારવા માટે ઈંડા, પાલક, ચણા, કોળાના બીજ અને કાળા કઠોળ જેવા ખોરાકથી ભરપૂર સંતુલિત આહાર તમારા વાળને સ્વસ્થ અને મજબૂત બનાવવામાં મદદ કરશે.

આ પણ વાંચો: ઉનાળામાં દૂધને ફ્રિજમાં રાખ્યા વગર બગડતું અટકાવવા અપનાવો આ સરળ ટિપ્સ

આટલું ધ્યાન રાખવું

જો તમે તમારા વાળની ​​કુદરતી અને સૌમ્ય રીતે કાળજી લો છો, તો તમારા વાળ ખરવાનું ઓછું થઈ શકે છે. વાળ સુકવવા માટે હેર ડ્રાયર અને સ્ટાઇલ માટે વિવિધ મશીનો અને કેમિકલવાળી હેર ડાયનો ઉપયોગ વાળને અંદરથી નુકસાન પહોંચાડે છે.

Tags :