દુનિયાના સૌથી ખુબસુરત મેટ્રો સ્ટેશન કે જે પ્રવાસન સ્થળ કરતા પણ સુંદર
દુનિયામાં 6 એવા મેટ્રો સ્ટેશન છે કે જે કોઈ પ્રવાસન સ્થળ કરતાં પણ વધારે સુંદર છે
તા. 20 જાન્યુઆરી 2023, શુક્રવાર
આપણે સૌ વિવિધ પર્યટન સ્થળો પર ફરવા જઈએ છીએ. એ બધા સ્થળોની કોઈ કોઈ વિશેષતા રહેલી હોય છે જેથી આપ સૌ તે સ્થળ જોવા માણવા જતા હોઈએ છીએ. પરંતુ તમે ક્યારેય મેટ્રો સ્ટેશન પર ફરવા ગયા હોવ એવુ બન્યું ખરુ.? મોટે ભાગે આપણે બધા મેટ્રો સ્ટેશન પર ફરવા નહી પણ માત્ર ટ્રેનમાં બહાર જવા માટે જ જતા હોઈએ છીએ. પ્રવાસીઓ તેનો ઉપયોગ માત્ર એક સ્થળેથી બીજા સ્થળે જવા પુરતો જ કરે છે. અને આ યાત્રામાં કોઈ ખાસ રુચી પણ નથી હોતી. તેથી મેટ્રો સ્ટેશન હંમેશા બોરીંગ લાગતુ હોય છે. પરંતુ આજે અમે તમને દુનિયામાં 6 એવા મેટ્રો સ્ટેશનની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે કોઈ પ્રવાસન સ્થળને પણ ટક્કર મારે એટલા સુંદર બનાવેલ છે.
1. રુસનું અવતોબો મેટ્રો સ્ટેશન
રુસના સેન્ટ પીટર્સબર્ગમાં આવેલ અવતોબો મેટ્રો સ્ટેશન જોઈ તમારી આંખો પહોળી થઈ જશે. તે એક મહેલ જેવુ બનાવેલ છે. આ મેટ્રો સ્ટેશન બહારથી એક નાના સંગ્રહાલય જેવુ દેખાય છે. પરંતુ તે અંદરથી એક સુંદર મહેલ જેવુ દેખાય છે. તેની દિવાલો સફેદ કલરથી કરવામાં આવી છે. ચમકદાર રોશનીથી જળહળતા ઝુંમરો તેના શોભામાં ચાર ચાંદ લગાડે છે. અહી આ મેટ્રો સ્ટેશનની ફોટોગ્રાફી કરવાની સખત મનાઈ છે. અને જો કોઈ તેનો ફોટો પાડે તો તેની પાસેથી મોટો દંડ વસુલવામાં આવે છે.
2. તાઈવાનનું ફોર્મોસા બુલેમાર્ગ સ્ટેશન
આ સ્ટેશનને પ્રકાશનો ઘુંમટ કહેવામાં આવે છે. આ સ્ટેશનની ખાસિયત એ છે કે તે કાચમાથી બનાવવામાં આવ્યું છે. જેને ઈટાલીના નાર્સિસસ કાગ્લયંટા દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યુ છે. આ સ્ટેશન બનાવવામાં ચાર વર્ષ લાગ્યા હતા. અને આ ઘુંમટમા 4500 થી વધારે કલરના કાચના પૈનલ લાગેલા છે. જે જર્મનીમાં મંગાવવામાં આવેલ છે. આ કળામાં પ્રેમ અને સહનશિલતાનો સંદેશ માનવામાં આવે છે.
3. ઈટલીનું યુનિવર્સિટી સ્ટેશન
યુનિવર્સિટી સ્ટેશન નેપલ્સ એ ઈટલીમાં આવેલુ છે. આ મેટ્રો સ્ટેશનના રંગીન કલર અને તેની ડીઝાઈન બદલવાનો શ્રેય ન્યુયોર્કના ડીઝાઈનર કરીમ રાશિદના નામે જાય છે. મુર્તિઓના સ્વરુપે થાંભલા, ગ્રાફિક્સ ડીઝાઈન દિવાલો અને છત પર સુંદર ચિત્રકામ કરવામાં આવ્યુ છે. આ દરેક પ્રકારની વિશેષતા મેટ્રો સ્ટેશનની આગવી ઓળખ ઊભી કરી છે.
4. પેરિસનું આર્ટસ એટ મેટીર્સ મેટ્રો સ્ટેશન
આ મેટ્રો સ્ટેશનને પનડુબ્બીનો આકાર આપવામાં આવ્યો છે. તેનો કલર ખૂબ સુંદર છે. આ મેટ્રો સ્ટેશનને બેલ્જિયમના હાસ્ય કલાકાર ફ્રેંકોઈસ શાઉટન દ્રારા બનાવવામાં આવ્યું છે. અને તે જુલ્સ વર્નના કાલ્પનિક કાર્યો પર આધારિત છે. તેની સુંદરતા મનમોહક છે. આમા સફર કરવાવાળા લોકો એક અલગ પ્રકારનો અનુભવ કરે છે.
5. વોશિંટનનું યુનિયન સ્ટેશન
અમેરીકાના આ સ્ટેશનનો ઈતિહાસ ખૂબ દીલચપ્સ છે. જ્યારે તે બનવવામાં આવી રહ્યુ હતુ ત્યારે કેનેડી દેશનાં રાષ્ટ્રપતિ હતા. એવુ માનવામાં આવે છે કે આ સરકારની ગરીમાને પ્રતિનિધિત્વ કરે છે. એટલે તે અતિ સુંદર બનાવવામાં આવ્યુ છે.
6. સાઉદી અરબનું રિયાજ મેટ્રો સ્ટેશન
સાઉદી અરબનું આ રિયાજ સ્ટેશન દુનિયાના સૌથી સુંદર સ્ટેશનોમાંનુ એક છે. અહી આ સ્ટેશનની દિવાલો પર સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. વિશાળ આરસપહાડના રસ્તાઓ અને અંતરિક્ષ જેવી ડિઝાઈન જોવા મળે છે. આ સાથે વાસ્તુકળા શાસ્ત્રી જાહા હદીદે આ સ્ટેશનની ડિઝાઈન તૈયાર કરી આપી છે.