16 વર્ષના સંતાનોને પહેલા જરૂર શીખવી દો 5 લાઈફ ટાસ્ક, જીવનમાં ક્યાંય પાછા નહીં પડે
Image Source: Freepik
અમદાવાદ, તા. 29 જાન્યુઆરી 2024 સોમવાર
બાળકોનો ઉછેર કરવો સરળ કાર્ય નથી. આ માતા-પિતાની એક એવી જવાબદારી છે જે એક માસૂમ બાળકને સફળ માણસ બનાવવામાં મદદ કરે છે. ઉછેરમાં થોડી બેદરકારી બાળકોના ભવિષ્યને બગાડી શકે છે અને તેમને કમજોર બનાવી શકે છે. દરમિયાન યોગ્ય ઉંમરમાં બાળકોને જરૂરી બાબતો શીખવાડી દેવી માતા-પિતાની જવાબદારી હોય છે. બાળકો જો ટીનએજમાં પ્રવેશ કરી રહ્યા છે તો તેમને અમુક એવા કામ જરૂર શીખવાડી દેવા જોઈએ. જેનાથી તેમનો આત્મવિશ્વાસ વધે અને તેઓ પોતાની ઉપર વિશ્વાસ કરવાનું શીખે. જો તમે તેમને 16 વર્ષની ઉંમર પહેલા અમુક સારા અને જરૂરી કામ શીખવાડી દો તો તે ન માત્ર આત્મ નિર્ભર બની જાય છે પરંતુ તેમનામાં યોગ્ય નિર્ણય લેવાની સમજણ પણ પેદા થઈ જાય છે.
બાળકોને આ 5 બાબતો જરૂર શીખવાડી દો
મની મેનેજમેન્ટ
જો તમારુ બાળક 15 વર્ષનું થઈ ચૂક્યુ છે તો તેનું એક બેન્ક એકાઉન્ટ જરૂર ખોલાવી દો. તેમને શીખવાડો કે પોતાની સ્કુલનું બજેટ કેવી રીતે બનાવી શકાય છે. રમત-ગમત યાત્રા માટે કયા પ્રકારની બચત કરે. ચેક લખવો અને ડિપોઝિટ વગેરે જરૂર શીખવાડી દો.
વસ્ત્રોની સફાઈ
બાળકોને એ શીખવાડી દો કે કેવી રીતે ઘરના લોકોના વસ્ત્રો સાફ કરી શકો છો. તડકામાં સૂકવવા, રંગીન વસ્ત્રો અને સફેદ વસ્ત્રોની સફાઈમાં સાવધાની, દાગ કાઢવાની રીત વગેરે તેમને શીખવાડી દેવુ ફાયદાકારક હોય છે.
ફર્સ્ટ એડની જાણકારી
બીમાર પડવુ, ઈજા પહોંચવી, ખાંસી-શરદી વગેરેમાં કઈ દવા આપવી પડશે, ફર્સ્ટ એડ કઈ રીતે કરવાનુ હશે વગેરેની જાણકારી તેમને આપો. એટલુ જ નહીં. ઘરના સભ્ય જો બીમાર છે તો તેમની કઈ રીતે સારસંભાળ કરવાની છે આ બધી જાણકારી તમે તેમને આપી શકો છો.
ઘરે એકલા રહેવુ
જ્યારે તમે બાળકોને અમુક કલાક માટે ઘરે એકલા મૂકી દો છો તો તેનાથી ઘરની સારસંભાળ કરવાનું પણ શીખી શકે છે અને જવાબદાર બને છે. તેથી ક્યારેક તેમને ઘરે એકલા પણ મૂકવાનું શરૂ કરી દો. તેમને સેફ્ટી રુલ પણ જણાવી દો.
એકલા મુસાફરી કરવી
આ તે ઉંમર છે જ્યારે તે નવી વસ્તુઓને શીખવા ઈચ્છે છે અને જવાબદાર બનવા ઈચ્છે છે. દરમિયાન તેમને ઘરેથી સ્કુલ જવા કે સ્કુલથી ઘર સુધી આવવા માટે કયા પ્રકારની ટ્રાન્સપોર્ટ લેવાનું છે. એ જરૂર શીખવાડો. આ રીતે તેઓ પોતાની જવાબદારી લેવાનું શીખશે.