Tanishq Rivaah Collection : જ્યાં દુલ્હનની જ્વેલરીની દરેક ડિઝાઈનમાં ઝળહળે છે સ્થાનિક સંસ્કૃતિની ચમક
લગ્નોમાં સોનાના દાગીનાની ખરીદી માટે TANISHQની RIVAAH બ્રાન્ડ લોકો માટેની શ્રેષ્ઠ પસંદ
તનિષ્ક કોઈ પણ જ્વેલર્સ પાસેથી ખરીદેલી જૂની જ્વેલરી પર 100%* એક્સચેન્જ વેલ્યુ આપે છે
ભારતીય લગ્નમાં સોનાના દાગીનાનું ઘણું સાંસ્કૃતિક અને પ્રતીકાત્મક મહત્વ છે. ઘરેણાં સૌંદર્યમાં તો ઉમેરો કરે જ છે પરંતુ તે ઉપરાંત, વર અને કન્યા વચ્ચે સોનાના ઘરેણાં આપવાની વિવિધ પરંપરા અને ધાર્મિક વિધિઓમાં સમૃદ્ધિ, સંપત્તિ અને શુકનનું પ્રતીક માનવામાં આવે છે. ગોલ્ડ જ્વેલરીની ખરીદી માટે દરેક પરિવાર ખાસ તૈયારી કરે છે. આ ખરીદી માટે તમારા ધ્યાનમાં ઘણી બ્રાન્ડના નામ હશે. પણ એક નામ પહેલા મોઢે આવે તે છે તનિષ્ક, જે સોનાની શુદ્ધતા, સુંદર ડિઝાઇન તેમજ ગુણવત્તા માટે જાણીતું છે.
નવેમ્બર અને ડિસેમ્બરના મહિનામાં ભારતમાં થતા લગ્નોમાં સોનાના દાગીનાની ખરીદી માટે TANISHQની RIVAAH બ્રાન્ડ લોકો માટેની શ્રેષ્ઠ પસંદ છે. જેનું કારણ છે વિવિધ પ્રદેશોની દુલ્હન માટે ખાસ કલેક્શન ડિઝાઈન કરાયું છે. જેમાં દરેક ડિઝાઈનમાં સ્થાનિક સંસ્કૃતિના દર્શન થાય છે. ‘તનિષ્ક રિવાહ’ ખાસ પ્રસંગ પર ન માત્ર શોભા વધારે છે પરંતુ યાદગાર પણ બનાવે છે.
કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, યુપી, બિહાર, ગુજરાત, પંજાબ, ઓરિસ્સા, ઝારખંડ અને આસામ જેવા પ્રદેશો વૈવિધ્યસભર અને અનોખી લગ્ન પરંપરાઓને સાકાર કરવા માટે ‘તનિષ્ક રિવાહ કલેક્શન’ દરેક વયની તેમજ મેટ્રો શહેરથી લઈને નાના ગામમાં રહેતી તમામ મહિલાઓને ધ્યાનમાં રાખીને આકર્ષક જ્વેલરી રેન્જ ધરાવે છે.
તનિષ્કના ‘રિવાહ’માં તમને ગોળ-ધાણા, મહેંદી, સંગીત, માંડવો, લગ્ન અને રિસેપ્શન જેવા પ્રસંગો માટે આકર્ષક કલેક્શન મળી રહે છે. જેમાં ખાસ ગુજરાતી લગ્નના રીતિ-રિવાજોને ધ્યાનમાં રાખીને પરંપરાગત જ્વેલરીને અપાયેલો મોડર્ન ટચ તમારા પ્રસંગને યાદગાર બનાવે છે. જેમાં જડતર નેકલેસ, ઝુમકા, હારમ નેકલેસ, નાક માટે નથડી, હાથ માટે સુંદર કડા સેટ, યુનિક કુંદન સ્ટોન પેન્ડન્ટ્સ, નાજુક માંગ ટીકા, રેડ સ્ટોન ધરાવતી ગોલ્ડ રિંગ્સ, ક્રેસેન્ટ પેન્ડન્ટ્સ અને પિંક સ્ટોન જ્વેલરી, મંગળસૂત્ર, ચોકર, પોલકી સ્ટોન જ્વેલરી, ડાયમંડ જ્વેલરી જેવી અનેક જ્વેલરીની રેન્જ મળી રહે છે.
‘તનિષ્ક રિવાહ’ માત્ર જ્વેલરીની સુંદરતાને જ હાઇલાઇટ નથી કરતું પરંતુ તેની સાથે જોડાયેલી ભાવનાઓ પણ દર્શાવે છે જે મોડર્ન છતાં સંસ્કૃતિ સાથે જોડાયેલી છે #RivaahByTanishq પર તમારા લગ્નના તમામ પ્રસંગો માટે એક સુંદર કલેક્શન જોઈ શકો છો. સૌથી મહત્વનું કે તનિષ્ક કોઈ પણ જ્વેલર્સ પાસેથી ખરીદેલી જૂની જ્વેલરી પર 100%* એક્સચેન્જ વેલ્યુ આપે છે. આ ઉપરાંત ગોલ્ડ જ્વેલરીના મેકિંગ ચાર્જીસ પર 20%* સુધીની છૂટ પણ આપે છે.