લોકો લગ્ન વગર વધુ ખુશ છે કે લગ્ન કરીને? સર્વેમાં સામે આવેલા જવાબે સૌને વિચારતા કરી દીધા

આંકડા પ્રમાણે સિંગલ લોકોની તુલનાએ અમેરિકન પરિણીત લોકો લગ્ન પછી સુંદર જીવન જીવે છે

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
લોકો લગ્ન વગર વધુ ખુશ છે કે લગ્ન કરીને? સર્વેમાં સામે આવેલા જવાબે સૌને વિચારતા કરી દીધા 1 - image
Image  Twitter 

સામાન્ય રીતે પરણેલા લોકો કુંવારા છોકરાઓને મજાકમાં કહેતા હોય છે કે લગ્ન ન કરવા જોઈએ. તેમના કહેવા પ્રમાણે લગ્ન પછી વ્યક્તિ પર બહુ જ જવાબદારીઓ વધી જાય છે, તો વળી કેટલાક લોકો તો પોતાની વાત કરીને એમ પણ કહેતા હોય છે કે, મારી જિંદગીનો આ સૌથી મોટો ખોટો નિર્ણય હતો. લગ્ન પછી જીવનમાં કોઈ રસ નથી રહ્યો. જિંદગીની મજા તો સિંગલ લાઈફમાં છે. પરંતુ સર્વેમાં બહાર આવેલા તારણો મુજબ પરિણીત લોકો લગ્ન પછી સુંદર જીવન જીવે છે.

એકવાર લગ્નના બંધનમાં આવ્યા પછી તેની જિંદગી બદલાઈ જાય છે. તમે પોતાની મરજીથી જીવી શકતા નથી. જવાબદારીઓનો બોજો વધી જાય છે. પરંતુ તેનો મતલબ એવો નથી કે લગ્ન બાદ જીવનની બધી ખુશીઓ ખત્મ થઈ જાય છે. પરંતુ લગ્ન પછી જિંદગી વધુ સારી બની જાય છે. ત્યાં સુધી કે કેટલાક સર્વેમાં પણ આ વાતને દાવો કરવામાં આવ્યો છે. 

પરિણીત લોકો વધારે ખુશ - સર્વે

ઈન્ટીટ્યૂટ ઓફ ફેમિલી સ્ટડીઝ અને ગેલપ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે અમેરિકન પરિણીત લોકો લગ્ન પછી સુંદર જીવન જીવે છે, આ એ લોકોની તુલનામાં જે લોકો સિંગલ જીવન જીવી રહ્યા છે. અહીં લોકોની સુખાકારી લગ્ન, શિક્ષણ, જાતિ, ધર્મ, ઉંમર અને લિંગ સાથે વધુ જોડાયેલી છે. 

શું છે પરિણીત લોકોની ખુશીનું કારણ

નાણાંકીય સ્ટ્રેસ લોકોની ખુશીનું સૌથી મોટુ ગ્રહણ હોય છે. એવામાં જ્યારે બે લોકો લગ્ન કર્યા પછી એક સાથે રહેવાનો નિર્ણય કરે છે, ત્યારે ખૂબ સારી રીતે પોતાની આવક અને ખર્ચને મેનેજ કરી શકે છે, જે જીવનની ખુશીઓમાં વધારો કરે છે.

આ વાત પણ જાણી લો

લગ્ન કોઈ આનંદનો સોર્સ નથી. લગ્ન એ સમાજનું એક અંગ છે અને આધુનિક વિચારકો લગ્નને એક સંસ્થા તરીકે ગણાવે છે. તેવામાં જો તમે કોઈ  ખોટા વ્યક્તિ સાથે સંબંધ બાધ્યા તો તમારી ખુશીઓમાં બીજાની સરખામણીમાં ઓછી મળશે. લગ્ન પછી તમારી ખુશીનો મોટો હિસ્સો તમારા જીવનસાથી સાથે જોડાયેલો છે. તેથી લગ્ન જીવનનો સંપૂર્ણ આધાર તમારા લાઈફ પાર્ટનર પર નિર્ભર છે. 



Google NewsGoogle News