ઉનાળામાં કારને કેવી રીતે રાખવી ઠંડી? વેન્ટિલેશન માટે આ ટિપ્સ અજમાવો
Car Tips For Summer Season: ભારતમાં ગરમી પહેલેથી જ ચરમસીમાએ છે અને હજુ આવનાર સમયમાં તાપમાનમાં વધારો થશે. એવામાં સીધા જ તડકામાં વાહનો પાર્ક કરવાથી અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. એમાં પણ ઉનાળામાં કાર તો જાણે ઓવન જ બની જાય છે. ગરમ રસ્તાઓનું તાપમાન અને તડકામાં પાર્ક કરેલી કાર અંદર બેસવા લાયક નથી રહેતી. તેમજ કારના ઇન્ટીરીયર અને ઇલેક્ટ્રોનિક સમાનને પણ નુકસાન પહોંચે છે. આવી ગરમીમાં કારને ઠંડી રાખવાના ઉપાયો જોઈએ.
કારને છાયામાં પાર્ક કરો
જ્યારે ઉનાળામાં પાર્કિંગની વાત આવે છે, ત્યારે તમારે હંમેશા તમારી કારને છાયામાં જ પાર્ક કરવી જોઈએ. તમારા વાહનને સીધા સૂર્યપ્રકાશથી બચાવવા માટે ઝાડ કે બિલ્ડીંગના છાયામાં અથવા ઢંકાયેલ પાર્કિંગમાં પાર્ક કરવી જોઈએ. તમારી કારને છાંયડામાં થોડી મિનિટો પણ પાર્ક કરવાથી ઘણો ફેર પડે છે.
સનશેડમાં રોકાણ કરો
કારની વિન્ડશિલ્ડ માટે સનશેડ રાખવા જોઈએ. જેથી સીધા સૂર્યપ્રકાશ સામે રક્ષણ મેળવી શકાય છે. આ ઉપરાંત બજારમાં ઘણા રિફ્લેક્ટિવ સનશેડ્સ પણ મળે છે જે ઉપયોગી બની રહે છે. તેમજ વિન્ડો માટે ખાસ યુનિવર્સલ કર્ટન આવે છે, તે લગાવવાથી અલ્ટ્રાવાયલેટ કિરણો સામે પ્રોટેક્શન આપે છે.
બારી થોડી ખોલો
તમારી કાર પાર્ક કરતા પહેલા, બારી થોડી ખુલ્લી રાખો. જેના કારણે વાહનની અંદરની ગરમ હવા બહાર જઈ શકે અને વેન્ટિલેશન થતું રહેશે અને કાર ખૂબ જ ગરમ નહિ થાય.
વાઈઝરનો ઉપયોગ કરો
તમારી કારમાં વિન્ડો વાઈઝરનો ઉપયોગ કરો. જો કારમાં વિન્ડો વાઈઝર હોય, તો તે ઠંડી હવાને કારની બહાર જતા અટકાવે છે. આ તમારી કારનું તાપમાન ઓછું રાખે છે. આ સિવાય એસી પણ તેનું કામ વધુ સારી રીતે કરે છે.
કૂલિંગ કુશન
મોર્ડન કાર હવે વેન્ટિલેટેડ સીટો સાથે આવે છે. જો તમારી કારમાં વેન્ટિલેટેડ સીટો નથી, તો કૂલિંગ કુશનનો ઉપયોગ કરી શકાય છે. જે કારને ઠંડી હવા પૂરી પાડે છે, અને તાપમાન ઓછું રાખે છે.
કારનું AC ચાલુ કરતા પહેલા થોડો સમય પંખો ચલાવવો
આ સિવાય કારનું AC ચાલુ કરતા પહેલા થોડો સમય પંખો ચલાવવો જોઈએ. આ સમય દરમિયાન, બારીઓ થોડી ખુલ્લી રાખો જેથી ગરમ હવા બહાર આવી શકે. જો શક્ય હોય તો, ઉનાળામાં વહેલી સવારે અથવા સૂર્યાસ્ત પછી ઠંડા સમયમાં કાર ચલાવો.