દરરોજ મોડી રાત સુધી જાગવાની છે કુટેવ? તો થઈ શકે છે 3 ગંભીર નુકસાન
Healthy Sleep: આજના સમયમાં, ઘણા લોકો ઘણીવાર ઊંઘની સમસ્યાથી પીડાય છે, જે ઊંઘના અનિયમિત શેડ્યુલના કારણે છે. આનાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે તણાવ અને ચિંતા. ઘણા લોકોને મોડે સુધી જાગવાની આદત પડી ગઈ હોય છે, પરંતુ તેઓને ખબર નથી હોતી કે તેનાથી તેમના સ્વાસ્થ્ય પર શું અસર થઈ શકે છે. જેના કારણે તેમને ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. તેથી, જો તમે પણ ઉજાગરા કરો છો, તો તમારે તેના સંભવિત જોખમો અને શરીર પર હાનિકારક અસરો વિશે જાગૃત રહેવું જોઈએ. તેમજ ઉજાગરા કરવાથી શરીરને આ નુકસાન થઇ શકે છે.
વજન વધવાનું જોખમ
ઊંઘ ન આવવાથી અથવા મોડે સુધી જાગવાથી વજન વધવાનું જોખમ રહેલું છે, કારણ કે તેનાથી શરીરના કુદરતી હોર્મોનલ સંતુલનમાં સમસ્યા થઈ શકે છે. મોડે સુધી જાગવાથી ભૂખ લાગે છે જેના લીધે લોકો ફાસ્ટફૂડ વધુ ખાય છે. તેના કારણે વજન વધે છે.
તણાવની સમસ્યા
જો તમે મોડી રાત સુધી જાગો છો, તો કોર્ટિસોલ અને એડ્રેનાલિન જેવા સ્ટ્રેસ હોર્મોન્સમાં વધારો થાય છે. જે ચિંતા, બેચેની અને તણાવનું કારણ બની શકે છે, આ હોર્મોન્સના કારણે આરામ કરવો અને ઊંઘવું મુશ્કેલ બની જાય છે. સ્ટ્રેસ હોર્મોન્સમાં વધારો થવાથી શરીરને લાંબા સમય સુધી અસર થઈ શકે છે.
રોગપ્રતિકારક શક્તિ નબળી
ઉજાગરા કરવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે, જેનાથી શરીરમાં ઘણી બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. મોડી રાત્રે સૂતી વખતે, શરીરમાં કુદરતી રીતે એન્ટિબોડીઝ અને સાઇટોકીન્સ ઉત્પન્ન થતા નથી, જેના કારણે શરીર ચેપ અને રોગો સામે લડવામાં અસમર્થ થઇ જાય છે. આનાથી તમે વારંવાર બીમાર પડી શકો છો.