Get The App

એસિડિટી પણ છે હાર્ટ એટેક આવવાનો સંકેત! જાણો ક્યારે થઈ જવું જોઈએ એલર્ટ

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
એસિડિટી પણ છે હાર્ટ એટેક આવવાનો સંકેત! જાણો ક્યારે થઈ જવું જોઈએ એલર્ટ 1 - image


Image: Freepik

નવી દિલ્હી,તા. 8 જાન્યુઆરી 2024, સોમવાર 

છેલ્લા બે વર્ષમાં હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટના કેસમાં ઝડપથી વધારો થયો છે. પહેલા હાર્ટ એટેક 50 વર્ષની ઉંમર પછી જ આવે છે, એવુ લોકો માનતા હતા પરંતુ હવે 18-20 વર્ષના યુવાનોમાં પણ તેના કેસ આવવા લાગ્યા છે. જીમ અને પાર્કમાં કસરત કરતા ફિટ લોકો, સિંગર અને સ્ટેજ પર પરફોર્મ કરતાં લોકોમાં હાર્ટ અટેક આવવાના કિસ્સાઓ સમાચારમાં જોયા છે. 

યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ કેમ વધી રહ્યું છે? તેનાથી બચવા શું કરવું ?

હાર્ટ એટેકનું કારણ

હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે, હાર્ટ એટેક આવવાનું સૌથી મોટુ કારણ જીવનશૈલી છે. યુવાનોના કામના કલાકો વધ્યા હોવાથી તેઓ કસરતમાં વ્યસ્ત રહે તેવી શક્યતા ઓછી છે. તે એકલા રહીને ફાસ્ટ ફૂડ ખાતા થઇ ગયા છે. તેનાથી બચવા માટે કામનો તણાવ અને ધૂમ્રપાન તેમના હાર્ટના સ્વાસ્થ્યને અસર કરે છે. ઘણી વખત, ફેમિલી હિસ્ટ્રીને કારણે હાર્ટ એટેકનું જોખમ રહેલું છે. 

નિષ્ણાતો કહે છે કે, હાલની જીવનશૈલીમાં શારીરિક પ્રવૃત્તિ લગભગ નહિવત થઈ ગઈ છે. લોકોના તણાવને શેર કરવા માટે કોઈ નથી. આવી સ્થિતિમાં તેમની હાર્ટ પ્રોબ્લેમ વધી જાય છે .

હાર્ટ એટેકથી બચવા શું કરવું જોઈએ

હેલ્થ એક્સપર્ટના મતે એક્સરસાઇઝ કે, ડાયટ સિવાય ઊંઘનો અભાવ, સ્ટ્રેસ, બીપી, શુગર પણ હાર્ટ હેલ્થ પર અસર કરે છે. આવી સ્થિતિમાં નિયમિત કસરત કરવા સિવાય જો તમે ઊંઘ, બીપી, શુગર, સ્ટ્રેસ અને ડાયટ પ્રત્યે બેદરકાર રહેશો તો પણ હાર્ટ એટેકનો ખતરો રહે છે. તેથી, આ બધી બાબતો પર ધ્યાન આપીને, તમે તમારા હૃદયના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી શકો છો. 

હૃદયને સ્વસ્થ બનાવવા શું કરવું 

1. ખોરાકમાં પ્રોટીન વધારો, કાર્બોહાઈડ્રેટ ઓછું કરો. ફળો ખાઓ. આહારમાંથી મીઠું, ખાંડ, ચોખા અને લોટ દૂર કરો.

2. તણાવ ઘટાડવા માટે દરેક ઉપાય પર કામ કરો.

3. ઊંઘની પેટર્ન જાળવી રાખો અને ઓછી ઊંઘ લેવાનું ટાળો.

4. દરરોજ 25-30 મિનિટ કાર્ડિયો કસરત કરો.

5. હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે તમારી દિનચર્યામાં કસરત, સારો આહાર, ઊંઘ, ધ્યાન-યોગનો સમાવેશ કરો અને તણાવ-ધુમ્રપાન-દારૂથી દૂર રહો.

હાર્ટ એટેકના ચેતવણી ચિહ્નો

1. જો ખોરાક ખાધા પછી પેટમાં એસિડિટી થાય છે.

2. ખૂબ ચાલવા અથવા સીડી ચડતી વખતે શ્વાસ લેવામાં તકલીફ.

3. જડબાથી કમર સુધી ભારેપણું અનુભવવું.

4. જે કામ પહેલા સરળતાથી કરવામાં આવતું હતું તે કરવામાં મુશ્કેલી.

5. અચાનક નર્વસનેસ.

6. હાર્ટ એટેકની ફેમેલી હિસ્ટ્રી. 


Google NewsGoogle News