ન્હાતા પહેલા માથામાં તેલ લગાવવું જોઇએ કે નહીં? જાણો સેલિબ્રિટી ડર્મેટોલોજિસ્ટનો જવાબ
Image: Freepik
Hair Oil: વાળમાં તેલ લગાવવું એક સામાન્ય પ્રક્રિયા છે જેને આપણે બાળપણથી કરતાં આવી રહ્યાં છીએ. વાળમાં તેલ લગાવવાના ઘણા ફાયદા થાય છે. આ ન માત્ર વાળને પોષણ આપે છે પરંતુ આ વાળના આરોગ્યને પણ શ્રેષ્ઠ બનાવે છે.
આ પણ વાંચો: પેટની ચરબી ફટાફટ ઓગળી જશે! ઘણાંએ તો 50થી 70 કિલો જેટલું વજન ઘટાડ્યું
લોકો વાળમાં જુદા-જુદા પ્રકારના તેલ નાખે છે પરંતુ ઘણા એવા લોકો પણ છે જે ન્હાયા પહેલા તેલ લગાવે છે અને તે બાદ વાળને ધોઈ લે છે પરંતુ શું આવું કરવું યોગ્ય છે? આ વિશે સેલિબ્રિટી ડર્મેડોલોજિસ્ટ ડૉ. રશ્મિ શેટ્ટીએ જણાવ્યું છે. તેમનું કહેવું છે કે 'ક્યારેય પણ તમે તેલ લગાવો તો ક્લીન સ્કેલ્પ પર લગાવો. ન્હાયા પહેલા આપણી સ્કેલ્પ ગંદી હોય છે અને તેમાં ધૂળ હોય છે. તમે જો તે જ સ્કેલ્પમાં તેલ નાખીને સારી રીતે માલિશ કરશો તો તમારું માથું તેલ ધૂળ, પરસેવો, પોલ્યૂશન બધાંને અંદર ધકેલી દેશે. જો તમે આવું કરશો તો સ્કેલ્પમાં ફૉલિક્યૂલાઈટ એટલે કે નાના-નાના પિમ્પલ થઈ જાય છે. તમારા સ્કેલ્પમાં જે તેલ પ્રોડ્યૂસ થઈ રહ્યું છે તે વાળના અંત સુધી આવી રહ્યું નથી. તમારા વાળ ઉપરથી જ ડ્રાય હોય છે મૂળથી નહીં. તેથી તેલને વાળના અંત સુધી લગાવો માત્ર સ્કેલ્પની માલિશ ન કરો.'