62 વર્ષે પણ અનિલ કપૂર લાગે છે યુવાન, તેમના લુકને 'જકાસ' બનાવે છે આ ભોજન
મુંબઈ, 20 સપ્ટેમ્બર 2019, શુક્રવાર
62 વર્ષના અનિલ કપૂર વર્તમાન સમયના હીરોને પણ તેના લુકથી માત આપે છે. અનિલ કપૂરને જોઈ તેની ઉંમર વિશે જાણવું મુશ્કેલ લાગે છે. તેમની એનર્જી અને યુવાન દેખાવ પાછળ જવાબદાર તેમની ખાસ ડાયટ છે. અનિલ કપૂરએ તેની આ સીક્રેટ ડાયટ વિશે એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. અનિલ કપૂરએ તેની હેલ્થ અને યંગ લુકનું ક્રેડિટ સાઉથ ઈંડિયન ફૂડને આપી છે. જી હાં વાત જાણી નવાઈ તો લાગશે પરંતુ તે ઘણા વર્ષોથી સાઉથ ઈંડિયન ફૂડ જ ખાય છે. જો કે દરેક વ્યક્તિને પ્રશ્ન થાય છે કે ઈડલી, ડોસા ખાવાથી યુવાની જળવાઈ રહે ખરી ? મહત્વપૂર્ણ છે કે કેટલાક નિષ્ણાંતો પણ આ વાતને સ્વીકારે છે અને જણાવે છે કે કેવી રીતે સાઉથ ઈંડિયન ફૂડ વ્યક્તિને હેલ્ધી અને યુવાન બનાવે છે.
નિષ્ણાંતો અનુસાર સાઉથ ઈંડિયન ફૂડમાં ફર્મેટેશન હોય છે. જેના કારણે તે સ્વાસ્થ્ય માટે લાભકારી છે. અન્ય ફૂડ આઈટમ કરતા ફમેંટેડ ફૂડ ખાવાથી 3 પ્રકારના લાભ થાય છે.
કયા કયા છે આ લાભ અને કેવી રીતે સાઉથ ઈંડિયન ફૂડ શરીરને લાભ કરે છે ચાલો જણાવીએ તમને
1. પહેલો ફાયદો છે કે સાઉથ ઈંડિયન ફૂડ ઝડપથી પચી જાય છે.
2. બીજો લાભ એ કે ફર્મેંટેડ ફૂડમાં વધારે પ્રમાણમાં ન્યૂટ્રિશન હોય છે. આમ એટલા માટે થાય છે કે ફર્મેટેશન દરમિયાન ખોરાકના ન્યૂટ્રિશન વધી જાય છે. તેની સાથે બોડીમાં સારા બેક્ટેરિયા પ્રવેશ કરે છે. જે શરીરમાં વધારે ન્યૂટ્રિશનને પહોંચાડે છે.
3. ફર્મેંટેડ ફૂડ આંતરડા માટે સારું ગણાય છે. નિયમિત રીતે સાઉથ ઈંડિયન ફૂડ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે.
સાઉથ ઈંડિયન ફૂડને નાળેયરના તેલમાં કુક કરવામાં આવે છે તેથી તેના ગુણ વધી જાય છે. એટલા માટે સ્વસ્થ શરીર અને સારી ત્વચા તેમજ વાળ સાઉથ ઈંડિયન ફૂડની દેન હોય છે. તેની અસર શરીરની અંદર અને બહાર પણ જોવા મળે છે. આ ફૂડ સાથે નાળિયેર પાણી પીવું જોઈએ. તેનાથી બોડીમાં ઈલેક્ટ્રોલાઈટ બેલેન્સ જળવાઈ રહે છે.
પ્રોટીની સારી માત્રા
સાઉથ ઈંડિયન ભોજનમાં ભરપૂર પ્રોબાયોટિક હોય છે. ખાસ કરીને ઈડલી, ડોસા અને ઉત્તપમમાં. ફર્મેટેશન પાચનશક્તિને સુધારે છે, વિટામિન બીને વધારે છે અને ઈમ્યૂન સિસ્ટમને સુધારે છે. ઈડલી, ડોસા જેવા ખોરાક દાળ અને ચોખાના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. જેના કારણે પ્રોટીનનું પ્રમાણ શરીરમાં વધે છે. બંને વસ્તુઓના મિશ્રણથી ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધી જાય છે.
આ ઉપરાંત રસમ અને સાંભાર જેવી ફૂડ આઈટમમાં લો કેલેરી હોય છે. કારણ કે તેમાં અઢળક શાક, દાળ અને દહીં હોય છે. નાળિયેરના તેલથી બનેલું ભોજન હાર્ટ માટે પણ લાભકારી સાબિત થાય છે. સાઉથ ઈંડિયન ફૂડ સામાન્ય રીતે છાશ સાથે પિરસાય છે જે પેટને ઠંડક આપે છે. તેમાં પ્રોબાયોટિક્સ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ અને વિટામિન બી 12 પણ હોય છે.
સાઉથ ઈંડિયનમાં સૌથી વધારે ઉપયોગ નાળિયેરનો થાય છે. નિષ્ણાંતો અનુસાર નાળિયેર પાણી, નાળિયેરનું દૂધ, તેલ તમામ વસ્તુઓ ત્વચા અને વાળ માટે જાદૂ સમાન કામ કરે છે. નાળિયેરના તેલમાં બનતું આ ભોજન મીડિયમ ચેન ટ્રાઈગ્લિસરાઈડનો મુખ્ય સ્ત્રોત હોય છે. તે બોડીમાં સરળતાથી પચી જાય છે અને તેનાથી વાળ અને ત્વચા સુધરે છે. એંટીબાયોટિક દવા, ક્લોરીનયુક્ત પાણી, પ્રોસેસ્ડ ફૂડ અને વધતા તાણના કારણે શરીરની અંદરના બેક્ટેરિયાનો નાશ થઈ જાય છે. તેથી આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે પ્રોબાયોટિક્સની જરૂર હોય છે અને તે ઈડલી, ડોસા, અપ્પમ જેવા ખોરાકથી મળે છે.