Living Room Decoration Tips: જૂના લિવિંગ રૂમને આ રીતે કરો રિનોવેટ, ઓછા બજેટમાં થઈ જશે કામ
Image Source: Freepik
અમદાવાદ, તા. 26 ફેબ્રુઆરી 2024 સોમવાર
લિવિંગ રૂમ ઘરનો મહત્વનો ભાગ હોય છે કેમ કે આ હોમ ઈન્ટીરિયરનો સેન્ટર પોઈન્ટ હોય છે. દરમિયાન તેના ડેકોરેશનને અપ ટુ ડેટ રાખવુ ખૂબ જરૂરી હોય છે પરંતુ બજેટ પ્રોબ્લેમના કારણે ઘણા લોકો તે તરફ વધુ ધ્યાન આપતા નથી પરંતુ શું તમે જાણો છો કો અમુક ક્રિએટિવ રીતે અને ટ્રિક્સથી લિવિંગ રૂમને ઓછા બજેટમાં જ નવુ બનાવી શકાય છે. એટલુ જ નહીં આમાં મહેનત અને સમય પણ ખૂબ ઓછો લાગે છે.
ફર્નીચરની સ્થિતિને બદલો
ક્યારેક રૂમને માત્ર નવા લેઆઉટની જરૂર હોય છે. ફર્નીચરની વ્યવસ્થા બદલી દો. સોફાને બીજી દિવાલની સામે રાખો કે સેન્ટર ટેબલની સ્થિતિને બદલી દો. આટલુ કરવાથી તમને રૂમમાં નવો અનુભવાશે.
દિવાલના રંગને બદલો
દિવાલને રંગવી રૂમને રિનોવેટ કરવાની સૌથી સારી રીત છે. આછા રંગથી તમે રૂમને મોટો અને બ્રાઈટ બનાવી શકો છો તેમજ ડાર્ક કલરના પેઈન્ટથી રૂમમાં ડેપ્થ ક્રિએટ કરી શકો છો પરંતુ રંગની પસંદગી કરતી વખતે હંમેશા તેની સાઈઝ અને નેચરલ લાઈટના સોર્સને જરૂર ધ્યાનમાં રાખો.
ફર્શમાં આ પરિવર્તન જરૂરી
ફર્શ રૂમ ઈન્ટીરિયરના લુકને એનહાન્સ કરવાનું કામ કરે છે. દરમિયાન તમે પોતાના લિવિંગ રૂમના ફર્શ પર નવી ડિઝાઈન કે કલરવાળી ટાઈલ્સ લગાવી શકો છો. તેના સ્થાને તમે લેમિનેટ ફર્શિંગનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો.
જૂના ફર્નીચરને નવો લુક આપો
જૂના ફર્નીચર જો યોગ્ય કંડીશનમાં હોય તો તેને રિપ્લેસ કરવો સારો વિકલ્પ નથી. સાથે જ આ ખૂબ મોંઘુ પણ હોય છે. દરમિયાન તમે તેને નવુ બનાવવાની અમુક રીતને અપનાવી શકો છો. જેમ કે જૂના સોફા માટે નવા કવર, ઓશિકા લો, ફર્નીચરને કલર કરાવો. આ સિવાય ટેબલને નવા કવરથી ઢાંકી શકો છો.
આ વસ્તુઓથી સજાવો
જૂના લીવિંગ રૂમને નવો લુક આપવા માટે તમે અમુક ડેકોરેટિવ આઈટમની મદદ લઈ શકો છો. જેમાં નોર્મલ લાઈટિંગના સ્થાને સાઈડ લેમ્પ કે હેન્ગિંગ લાઈટ્સ, વોલ આર્ટ, પેઈન્ટિંગ્સ જેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. સાથે જ આર્ટિફિશિયલ કે રિયલ છોડને લગાવવા પણ એક સારો વિકલ્પ છે.