Get The App

કોરોના કાળમાં મોબાઇલ એડિક્શનનો શિકાર બની રહ્યા છે બાળકો..!

- જાણો, મોબાઇલ એડિક્શનથી થતાં નુકશાન અને તેને દૂર કરવાના ઉપાય વિશે...

Updated: Jun 28th, 2021

GS TEAM


Google News
Google News
કોરોના કાળમાં મોબાઇલ એડિક્શનનો શિકાર બની રહ્યા છે બાળકો..! 1 - image

નવી દિલ્હી, તા. 28 જૂન 2021, સોમવાર 

દરેક વસ્તુની જેમ હવે મોબાઇલ ફોનની પણ સાઇડ ઇફેક્ટ જોવા મળી રહી છે. તેની સૌથી વધારે અસર બાળકો પર થઇ રહી છે. અજાણતામાં જ તેઓ મોબાઇલ એડિક્શનનો શિકાર બનતા જઇ રહ્યા છે. 

ચિડચિડીયાં થઇ રહ્યા છે બાળકો

ઓનલાઇન અભ્યાસના કારણે બાળકોને મોબાઇલ ફોન આપવો તે આજકાલ પેરેન્ટસની મજબૂરી બની ગઇ છે. બાળકો થોડાક સમય સુધી તો મોબાઇલમાં અભ્યાસ કરે છે. ત્યારબાદ તક મળતા જ ગેમ રમવા લાગે છે. આમ કરવાને કારણે બાળકો ધીમે-ધીમે મોબાઇલ એડિક્શનમાં ફંસાઇ જાય છે. આ એડિક્શનના કારણે બાળકોનું ચિડચિડીયાપણું અને ગુસ્સો સતત વધી રહ્યો છે. 

Insomnia થી પીડિત થઇ રહ્યા છે બાળકો

મોબાઇલ ફોનનો સતત ઉપયોગ કરવાના કારણે બાળકોમાં અનિન્દ્રા, આંખો અને માથામાં દુખાવાની સમસ્યા પણ વધતી જઇ રહી છે. આરામના સમયે મોબાઇલ ફોનનો સતત ઉપયોગ કરવા પર તેમની ઊંઘ અધૂરી રહી જાય છે. જેના કારણે તેઓ Insomniaથી પીડિત થઇ રહ્યા છે. આ બીમારીમાં માઇગ્રેઇન, માથાનો દુખાવો, ચક્કર આવવા જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 

સાથે રમવાનો પ્રયાસ કરો

બાળકોને મોબાઇલ એડિક્ટ બનવાથી બચાવવા માટે પેરેન્ટ્સે તેમની સાથે થોડોક સમય વિતાવવાનો પ્રયાસ કરવો જોઇએ.. આમ કરવાથી બાળકો સારું ફીલ કરે છે અને તેમનું પરિવાર સાથેનું બૉન્ડિંગ મજબૂત થાય છે. જો તમે ખુલ્લા વિસ્તારમાં રહો છો તો થોડીક વાર બાળકો સાથે રમવાનો પણ પ્રયાસ કરો. તેનાથી બાળકો શારીરિક અને માનસિક રીતે ફિટ થાય છે. 

બાળકોને રચનાત્મક કામ કરવા માટેની પ્રેરણા આપો

પોતાના બાળકોને મોબાઇલ આપવાની જગ્યાએ રચનાત્મક કામ કરવા માટેની પ્રેરણા આપો. તેમને છોડ રોપવા, પાણી આપવું, પેઇન્ટિંગ કરવું, આર્ટ કરવું અથવા ડાન્સિગ જેવી સ્કિલ શીખવવા માટે તૈયાર કરો. જ્યારે બાળકો પણ ઇનોવેટિવ કે ક્રિએટિવ કામ કરે તો તેમની પ્રશંસા કરો. આ સાથે જ તેમના કામના લાભ વિશે પણ તેમને સમજાવો. 

બાળકોના રૂમમાં મોબાઇલ, ટીવી ન રાખશો

બાળકોનો મોબાઇલ ફોન જોવાનો ટાઇમ ફિક્સ કરી દો. ત્યારબાદ તેમને ફોન ન આપશો. બાળકોના બેડરૂમમાં ક્યારેય પણ ટીવી, લેપટોપ અથવા મોબાઇલ ફોન ન રાખશો. આ સાથે જ તમે પોતાની ઉપર પણ કંટ્રોલ કરો અને અનાવશ્યક ફોન ન ચલાવશો. જો તમે પોતાની ઉપર નિયંત્રણ લગાવશો નહીં તો બાળકો પર તમારી વાતોની કોઇ અસર થશે નહીં. તેમને લાગશે કે તમે તેની ઉપર જબરદસ્તી કરી રહ્યા છો. 

Tags :