Get The App

ઘરમાં ફ્રીજને દીવાલને અડાવીને મૂકતા હોવ તો ચેતી જજો, આટલું અંતર રાખવું હિતાવહ

લોકો ફ્રીજનો ઉપયોગ તો કરે છે, પરંતુ એ નથી જાણતા કે ફ્રીજને દીવાલથી કેટલા અંતરે રાખવું જોઈએ

ફ્રીજને ગરમીથી બચાવવા દીવાલ પર એલ્યુમિનિયમની શીટ કે ફ્રીજની પાછળ એક નાનો પંખો લગાવવો જોઈએ

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
ઘરમાં ફ્રીજને દીવાલને અડાવીને મૂકતા હોવ તો ચેતી જજો, આટલું અંતર રાખવું હિતાવહ 1 - image


What should be the distance between the fridge and wall: આજકાલ ફ્રીજ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. કેટલાક લોકો ફ્રીજને હોલમાં રાખે છે તો કેટલાક તેને રસોડામાં રાખે છે. તેમજ રસોડામાં કે હોલમાં ફ્રીજ રાખવા માટે કેટલી જગ્યા છે તે પણ જોવું જરૂરી છે. તમે જોયું હશે કે દરેક વ્યક્તિ ફ્રીજને દીવાલની ખૂબ જ નજીક રાખે છે. જોકે, ઘણા લોકોને ખબર નથી હોતી કે ફ્રીજ અને દીવાલ વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ. આ બાબતે માહિતી ન હોવાથી અથવા તો બેદરકારીના કારણે લોકોને ભારે નુકસાન થઇ શકે છે. જો જાણો આ નુકસાનથી બચવા શું કરવું જોઈએ. 

ફ્રીજ ઓછું ઠંડું થાય

ફ્રીજને દીવાલની નજીક રાખવાથી ફ્રીજની પાછળની હવાની ગતિમાં અવરોધ આવે છે. જેથી ફ્રીજની કોઇલમાંથી બહાર નીકળતી ગરમ હવા તેની ફ્રીજની આસપાસ જ રહે છે. જેના કારણે ઘણી વખત ફ્રીજની અંદરનું તાપમાન પણ વધી જતું હોય છે. જેથી ફ્રીજ તેની કેપેસિટી કરતા ઓછું ઠંડું થાય છે. 

કમ્પ્રેસર પરનો ભાર વધે

ફ્રીજની અંદરના તાપમાન વધી જવાના કારણે, કોમ્પ્રેસર પરનો ભાર વધે છે. આથી ફ્રીજની અંદર રહેલું કમ્પ્રેસર ઠંડક વધારવા માટે સતત કામ કરતું રહે છે. જેના કારણે રેફ્રીજરેટર કમ્પ્રેસર પર ભાર વધે છે. જેથી ઇલેક્ટ્રિસીટી બિલ પણ વધુ આવે છે. 

રૂમની દીવાલને પણ નુકસાન પહોંચાડે 

જો ફ્રીજ દીવાલની નજીક રાખવામાં આવે છે તો ફ્રીજની ગરમ હવા દીવાલને નુકસાન પહોંચાડે છે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે ફ્રીજની પાછળની દીવાલ કાળી પડી ગઈ હોય. જે ફ્રીજની ગરમીના કારણે થાય છે. જો ઘરની દીવાલ પણ કાળી પડી ગઈ હોય તો આજે જ તેમની વચ્ચેનું અંતર વધારવું જોઈએ.

હીટર કે ગેસની નજીક ન રાખવું જોઈએ 

તમારે ફ્રીજને સીધા હીટર અથવા અન્ય ગરમ સ્ત્રોતની નજીક પણ ન રાખવું જોઈએ. કારણ કે જો ફ્રીજ આવી કોઈ જગ્યા પર હશે તો તેના તાપમાનમાં મોટો તફાવત આવશે.

ફ્રીજને દીવાલથી કેટલું દૂર રાખવું જોઈએ?

ફ્રીજને દીવાલથી 6-10 ઇંચના અંતરે રાખવું જોઈએ. વાસ્તવમાં, કોઈપણ ફ્રીજને અંદરથી ઠંડું રાખવા માટે સખત મહેનત કરવી પડે છે. આ ઠંડકની પ્રક્રિયા દરમિયાન, ગ્રીલની અંદરથી ગરમી છોડવામાં આવે છે. આ જ કારણ છે કે ફ્રીજને દીવાલથી ખૂબ નજીક ન રાખવું જોઈએ.

ઘરમાં ફ્રીજને દીવાલને અડાવીને મૂકતા હોવ તો ચેતી જજો, આટલું અંતર રાખવું હિતાવહ 2 - image



Google NewsGoogle News