શરીર માટે દવાનું કામ કરે છે લાલ બટાકા,BP રહે છે કંટ્રોલમાં, જાણો લાલ બટાકાના ફાયદા
નવી દિલ્હી,તા. 1 જાન્યુઆરી 2024, સોમવાર
સમગ્ર વિશ્વમાં બટાકા સૌથી વધુ વપરાતા ખોરાકમાંથી એક છે. બટાકા
એક એવી શબ્જી છે જે દરેકના ઘરે બને છે અને આ શબ્જી બીજી બધી શબ્જીમાં મિક્સ પણ
સરળતાથી થઇ જાય છે. બટાકામાં કેલરી વધુ હોય છે, બટાકામાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. બટાકામાં
સોડિયમ અને કોલેસ્ટ્રોલ નથી હોતું.
જો તમે બટાકાના
વધુ ફાયદા મેળવવા માંગતા હોવ તો તમે લાલ બટેટા ખાઈ શકો છો. લાલ બટાકા
કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ફાઈબર, વિટામિન સી, પોટેશિયમ,
આયર્ન અને મેગ્નેશિયમનો
સારો સ્ત્રોત છે.
જાણીએ લાલ બટાકા ખાવાના
ફાયદા
ઇમ્યુનિટી બૂસ્ટર
લાલ બટેટા
વિટામિન C નો સારો સ્ત્રોત માનવામાં આવે છે. વિટામિન સી
શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. લાલ બટાકા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ
મજબૂત બને છે અને શરીરને શરદી, ખાંસી, તાવ વગેરે બીમારીઓથી દૂર રાખે છે.
લાલ બટેટા
પોટેશિયમનો સારો સ્ત્રોત છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે લાલ બટાકાનું સેવન
ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે બ્લડ પ્રેશરના દર્દી છો તો તમે તમારા
આહારમાં લાલ બટાકાનો સમાવેશ કરી શકો છો.
ઊર્જાનો સ્ત્રોત
લાલ બટાકામાં 34 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે. આમાંથી ત્રણ ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ ફાઈબરથી બનેલા છે. ફાઇબરને કારણે તમે ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવી શકો છો, જેનાથી તમારી પાચન ક્રિયા સારી થાય છે. કબજિયાત અને ઝાડા અટકાવે છે અને કદાચ કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગર ઘટાડે છે.
ઓછી ચરબી
બટાકાને ફ્રાય કરવાથી તેમાં ચરબી વધે છે, પરંતુ જ્યારે લાલ બટાકાને બાફવામાં આવે છે, શેકવામાં આવે છે અથવા તાજા શાક અને શાકભાજી સાથે રાંધવામાં આવે છે, ત્યારે તે સ્વાદિષ્ટ અને ફેટ ફ્રી બને છે.
તણાવ ઘટાડવામાં
મદદરૂપ
લાલ બટાકામાં વિટામિન B6 ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ વિટામિન સારી માનસિક સ્થિતિ જાળવવામાં મદદ કરે છે. જો તમે પણ તણાવમાં રહો છો, તો તમારા આહારમાં લાલ બટાકાને અવશ્ય સામેલ કરો.