ઘરમાં કેમ લગાવવો જોઈએ મની પ્લાન્ટ? અનેક ફાયદા સાંભળીને તમે પણ ચોંકી જશો
Money Plant at Home: કેટલાક વૃક્ષો અને છોડ એવા છે જે તમને લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. આમાંથી એક મની પ્લાન્ટ છે. આ એવા કેટલાક છોડમાંથી એક છે જે ફક્ત ઘરની સજાવટ માટે વાવવામાં નથી આવતા, પરંતુ એવું માનવામાં આવે છે કે તે એક લકી છોડ છે, જેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
જો ઘરમાં રાખેલા મની પ્લાન્ટના પાન સૂકાવા લાગે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે. આ તો આ છોડનું ધાર્મિક મહત્વ છે, પરંતુ શું આ પ્લાન્ટને ઘરમાં લગાવવાથી બીજા પણ ઘણાં ફાયદા થાય છે. જેના વિષે આજે જાણીશું.
આસપાસની હવાને કુદરતી રીતે શુદ્ધ કરે છે
તમારા ઘર કે ઓફિસમાં મની પ્લાન્ટ લગાવવાના અનેક ફાયદામાંથી એક એ છે કે તે કુદરતી રીતે આસપાસની હવાને શુદ્ધ કરે છે. મની પ્લાન્ટ એવા ઇન્ડોર પ્લાન્ટ્સમાંથી એક છે જેની વધારે કાળજી લેવાની જરૂર નથી. તેમજ આ પ્લાન્ટ આસપાસના વાતાવરણમાંથી દૂષિત તત્વોને દૂર કરવાનું કામ કરે છે. આ સિવાય મની પ્લાન્ટ રાત્રે પણ ઓક્સિજન આપે છે, જેના કારણે હવામાં ઓક્સિજનની માત્રા સારી રહે છે.
તણાવ અને ચિંતા ઓછી કરે છે
આજના વ્યસ્ત જીવનમાં તણાવ અને ચિંતા એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આનાથી રાહત મેળવવા માટે, અન્ય ઘણી પદ્ધતિઓ સિવાય, તમે ઘરને પ્લાન્ટથી સજાવી શકો છો. ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઘરમાં રાખવામાં આવેલા છોડને જોવાથી અને તેની સાથે વાતચીત કરવાથી તણાવ ઘટે છે. ખાસ કરીને મની પ્લાન્ટને સતત પાંચ મિનિટ સુધી જોવાથી ઘણા લોકો તણાવ અને ચિંતામાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.
એન્ટી રેડિએટર જેવું કામ કરે છે
જો કે આ માટે કોઈ વૈજ્ઞાનિક આધાર નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે મની પ્લાન્ટ એન્ટી રેડિએટરની જેમ કામ કરે છે. આજે આપણે ખતરનાક રેડિયેશન વેવ્સથી ઘેરાયેલા છીએ. Wi-Fi, કમ્પ્યુટર, ટીવી અથવા મોબાઇલ ફોન તમામ ઈલેક્ટ્રોનિક ડિવાઈસથી રેડિયેશન આવે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા ઘરમાં, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક ડિવાઈસની આસપાસ મની પ્લાન્ટ લગાવો છો, તો તે તેમાંથી નીકળતા વેવ્સને શોષવાનું કામ કરે છે.
સ્વાસ્થ્ય માટે લાભકારી
તમારા પરિવારના એકંદર સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે તમે તમારા ઘરમાં મની પ્લાન્ટ પણ લગાવી શકો છો. ફેંગશુઈ અનુસાર જો ઘરમાં વાઈ-ફાઈ રાઉટરની પાસે મની પ્લાન્ટ રાખવામાં આવે તો તે બાળકોને બીમાર પડવાથી બચાવી શકે છે અને વડીલોમાં તણાવ અને માથાનો દુખાવોની સમસ્યા પણ દૂર કરી શકે છે. તેમજ તે મનને શાંત કરવાનું કામ કરે છે, જેના કારણે રાત્રે શાંતિથી ઊંઘ આવે છે. મની પ્લાન્ટ કુદરતી રીતે હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે, તેથી તે પરિવારના સભ્યોના એકંદર સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર કરે છે.