આ 5 લોકો માટે કાળ બની શકે છે મૂળો, ભૂલથી પણ ન ખાતા, જાણો શું થઈ શકે છે સમસ્યા
Image:Freepik
નવી મુંબઇ,તા. 21 નવેમ્બર 2023, મંગળવાર
મૂળો એક શાકભાજી છે. મૂળામાં કેટલાય પોષક તત્વો હોય છે. મૂળો ડાઈઝેશન માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઠંડીમાં મૂળા સૌથી વધારે ફાયદાકારક શાકભાજી કહેવાય છે. જો કે, અમુક તકલીફો સામે લડી રહેલા લોકો માટે મૂળા ન ખાવા જોઈએ. નહીંતર તેમની તબિયત વધારે ખરાબ થઈ જશે.
જે લોકોને લો બ્લડ પ્રેશરની સમસ્યા છે, તેમને મૂળા અને તેના પત્તા ન ખાવા જોઈએ. વધારે પ્રમાણમાં મૂળા અને તેના પત્તા ખાવાથી બ્લડ પ્રેશર ખૂબ જ લો થઈ જાય છે. તે શરીરમાંથી પાણી બહાર નીકાળે છે.જેનાથી બ્લડ પ્રેશરની સમસ્યા વધી જાય છે.
જે લોકો પિત્તની પથરીના દર્દીઓ છે તેમને મૂળા ન ખાવા જોઈએ. મૂળા પિત્તના પ્રવાહને વધારે છે. જેનાથી પિત્ત નળીમાં પથરીના કારણે અચાનક દુખાવો થવાનો ખતરો વધી શકે છે.
કિડની સ્ટોનના દર્દીને પણ મૂળા ઓછા ખાવા જોઈએ. જેથી ડિહાઈડ્રેશનનો શિકાર ન થાય. ઠંડીની સિઝનમાં વધારે મૂળા ખાવાથી આપ ડિહાઈડ્રેશનનો શિકાર થઈ શકો છો. મૂળા ખાવાથી આપના શરીરમાં ફ્લૂડની માત્રા કમ થઈ જાય છે અને યુરીન વધારે આવે છે. આ ઉપરાંત ખૂબ વધારે મૂળા અથવા તેના પત્તા ખાવાથી આપનું પેટ ખરાબ થઈ શકે છે.
ગર્ભવતી અને બ્રેસ્ટફીડિંગ કરાવતી મહિલાઓએ મૂળાનું સેવન ન કરવું જોઈએ. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતી મહિલાઓ માટે મૂળાનું સેવન કરવું સુરક્ષિત છે. ત્યારે આવા સમયે સાવધાની રાખવી જોઈએ. જો આવી મહિલાઓ મૂળા ખાય, તો તેની માત્રા ખૂબ જ ઓછી હોવી જોઈએ.