રસોડામાં મળી જતી આ સામાન્ય વસ્તુથી તૈયાર કરો હેર પેક, વાળ ઝડપથી લાંબા થશે
Home made Hair Pack : આપણા ઘરના રસોડાની સામાન્ય વસ્તુઓમાંથી હેર પેક બનાવી શકાય છે. તમે નહીં જાણતા હોવ પર તમારા ઘરના રસોડામાં વપરાતાં કરી પત્તા (મીઠ્ઠો લીમડો)માંથી મળતાં તમામ પોષક તત્વો તમારા વાળ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવો કરી પત્તાને હેર કેર રુટીનમાં સામેલ કરવાની રીત વિશે માહિતી છીએ. હેર ગ્રોથ માટે હેર પેક બનાવવા માટે તમારે તમારે કરી પત્તાની સાથે સાથે મેથી દાણા અને નારિયેળના તેલની જરુર પડે છે.
આ પણ વાંચો : ઉનાળામાં દહીંને ખાટું થતું અટકાવવાની જોરદાર ટ્રિક્સ, આખું અઠવાડિયું રહેશે ફ્રેશ
કેવી રીતે બનાવશો હેર પેક
હેર પેક બનાવવા માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણીમાં એક મુઠ્ઠી મેથીના દાણા અને એક મુઠ્ઠી કરી પત્તા નાખો. હવે તમારે આ બંને વસ્તુને આખી રાત પલાડીને રાખી મુકો. બીજા દિવસે સવારે બંને વસ્તુઓને મિક્ષરમાં મિક્ષ કરીન સારી રીતે પીસી નાખો. સારુ પરિણામ મેળવવા માટે તમે તેમાં નારિયેળનું તેલ નાખી શકો છો.
ઉપયોગ કરવાની રીત
આ હેર પેકને તમારા વાળ પર સારી રીતે લગાવો. વધુ સારા પરિણામ મેળવવા માટે તમારે આ હેર માસ્કને તમારા વાળ પર લગભગ અડધાથી એક કલાક સુધી રાખવો પડશે. અડધા કલાક પછી તમે તમારા વાળને ધોવા. એ પછી તમે પોતે તેની પોઝિટિવ અસર અનુભવી શકશો.