Get The App

45 વર્ષ બાદ પ્રેગ્નેન્સી બની શકે છે બાળક માટે જોખમી, આવી રીતે રાખો સંભાળ

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
45 વર્ષ બાદ પ્રેગ્નેન્સી બની શકે છે બાળક માટે જોખમી, આવી રીતે રાખો સંભાળ 1 - image

Image:Freepik

નવી મુંબઇ,તા. 28 ફેબ્રુઆરી 2024,બુધવાર 

કહેવાય છે કે માતૃત્વ ધારણ કરવાની યોગ્ય ઉંમર 24-25થી લઈને 5 વર્ષનો સમયગાળો એટલકે 28-30 વર્ષ વચ્ચે હોય છે. જોકે તાજેતરમાં સિંગર સિદ્ધુ મૂસાવાલાની માતા 58 વર્ષની ઉંમરે ગર્ભવતી હોવાના અહેવાલે સનસની મચાવી દીધી છે. વૃદ્ધાવસ્થામાં પણ IVF દ્વારા ગર્ભાવસ્થા શક્ય છે પરંતુ આ પ્રકારની ઈચ્છા ખતરનાક પણ સાબિત થઈ શકે છે.

આ ઉંમરે માતૃત્વ ધારણ કરતા સમયે ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. જો તમે 45 વર્ષ પછી પણ પ્રેગ્નેન્સી પ્લાન કરી રહ્યા છો તો આ માત્ર માતાના જીવન જ નહિ ગર્ભમાં રહેલા બાળકના સ્વાસ્થ્ય માટે પણ અનેક સમસ્યાઓનો ખતરો રહે છે.

નવજાત બાળકને ડાઉન સિન્ડ્રોમનું જોખમ 

મોટી ઉંમરે ગર્ભાવસ્થા બાળક માટે હેલ્થ સમસ્યાઓ સર્જી શકે છે, જેમાં પહેલો ખતરો ડાઉન સિન્ડ્રોમનો છે. 45 વર્ષની ઉંમર પછીની પ્રેગનેન્સીમાં 35માંથી એક બાળક ડાઉન સિન્ડ્રોમથી પીડિત થવાનું જોખમ ધરાવે છે. સામે પક્ષે નાની ઉંમરે ગર્ભાવસ્થા દરમિયાન આ જોખમ ઘણું ઓછું હોય છે. ડાઉન સિન્ડ્રોમ એક જેનેટિક એટલકે આનુવંશિક સ્થિતિ છે, જેમાં વૃદ્ધ માતા-પિતાની ક્રોમોસોમલ સ્થિતિ બાળક માટે હાનિકારક બની શકે છે.

પ્રીટર્મ બેબી 

પ્રીટર્મ બેબી એટલકે યોગ્ય સમય પહેલાં બાળકનો જન્મ. મોટી ઉંમરે ગર્ભાવસ્થામાં અકાળે બાળકના જન્મનું જોખમ રહેલું છે. જોકે આધુનિક ટેક્નોલોજીથી પ્રીમેચ્યોર બાળકોને બચાવી શકાય છે પરંતુ આ બાળકો અનેક શારીરિક સમસ્યાઓથી ઘેરાયેલા રહી શકે છે. જેમાં મોટાભાગે

  •  શ્વાસની સમસ્યા
  •  યોગ્ય રીતે સ્તનપાન ન કરી શકવાની સમસ્યા
  •  સેલેબ્રલ પોલિસી
  • મોડો શારીરિક વિકાસ
  • સાંભળવાની સમસ્યા 
  • નબળી આંખો કે દ્રષ્ટિની સમસ્યાઓ થવાનો ખતરો
  • સંશોધન અનુસાર 45-50 વર્ષની ઉંમર પછીની ગર્ભાવસ્થા નવજાત શિશુના જીવનભરના વિકાસને અસર કરે છે. 15 ટકા બાળકો જન્મ સમયે સામાન્ય કરતાં વધુ વજન સાથે જન્મે છે.

ગર્ભાવસ્થા પહેલાં જાળવણી 

45 વર્ષ બાદ પ્રેગ્નેન્સી બની શકે છે બાળક માટે જોખમી, આવી રીતે રાખો સંભાળ 2 - image

જો તમે 45 વર્ષ પછી પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છો તો આવા પ્રસંગોએ ખાસ કાળજી લેવી જરૂરી છે. 45 વર્ષની ઉંમર પછી સગર્ભાવસ્થાનું આયોજન કરતા પહેલા ડોક્ટરી તપાસ જરૂરી છે. જેથી કરીને તમારા શરીરમાં જરૂરી પોષણની ઉણપ ન રહે અને કોઈપણ સમસ્યા હોય તો યોગ્ય સારવાર કરી શકાય.

વધતી ઉંમર સાથે માતૃત્વ અનેક સમસ્યાઓ સાથે લાવશે. આ પ્રકારની પ્રેગનેન્સી ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરને સૌથી વધુ અસર કરે છે. ડોક્ટરની સલાહ અને સમયાંતરે ડોક્ટરની સલાહ અત્યંત જરૂરી બની રહે છે.


Google NewsGoogle News