કેન્સર અને હાર્ટઍટેકથી જેવી બીમારીઓથી બચાવી શકે છે બટાકાની છાલ, ફાયદા જાણીને વિશ્વાસ નહીં થાય
Image:Freepik
બટેટા એક એવું શાક છે જે દર ત્રીજા દિવસે આપણા આહારનો ભાગ છે. ભારતીય ઘરોમાં, શાકભાજીની છાલનો વારંવાર કોઈ ઉપયોગ થતો નથી અને તેને ફેંકી દેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ છાલ પોષકતત્વોનો ભંડાર છે. બટાકાની છાલની પણ આ જ સ્થિતિ છે, જે સામાન્ય રીતે ડસ્ટબિનમાં જોવા મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, બટાકાની છાલમાં અનેક પ્રકારની બીમારીઓ સામે લડવાની શક્તિ હોય છે.
માત્ર બટાકા જ નહીં, તેની છાલથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. આ છાલ (Potato Peels Health Benefits) માં રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. બટાકાની છાલ ચરબી, કોલેસ્ટ્રોલ અને સોડિયમની માત્રામાં નોંધપાત્ર ઘટાડો કરે છે. તો જો તમે પણ આ છાલને ફેંકી દો છો તો પહેલા જાણી લો તેના ફાયદા.
બટાકાની છાલમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમાં કેલ્શિયમ અને વિટામિન બી કોમ્પ્લેક્સ પણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને રોગોને દૂર રાખે છે.
બટાકાની છાલમાં આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, કોપર અને ઝિંક પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ બધા હાડકાની ડેંસિટીમા સુધારો કરે છે. તેનું સેવન કરવાથી હાડકા મજબૂત બને છે. જો મહિલાઓ આનું નિયમિત સેવન કરે તો ઓસ્ટીયોપોરોસીસનું જોખમ ઘટાડી શકાય છે.
બટાકાની છાલમાં ફાયટોકેમિકલ્સ જોવા મળે છે, જે એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે. આમાં ક્લોરોજેનિક એસિડ જોવા મળે છે જે કેન્સરનું જોખમ ઘટાડી શકે છે.
બટાકાની છાલમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે, જે હાર્ટના સ્વાસ્થ્ય માટે સારું છે. આ છાલનું દૈનિક સેવન હૃદયરોગના હુમલાના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડે છે. આનાથી હાર્ટ ડીજીજ બચી શકાય છે.