Get The App

વસંત ઋતુમાં ફરવા જવાનો પ્લાન છે? તો ભારતની આ 6 જગ્યાઓ છે વધુ બેસ્ટ

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
વસંત ઋતુમાં ફરવા જવાનો પ્લાન છે? તો ભારતની આ 6 જગ્યાઓ છે વધુ બેસ્ટ 1 - image


નવી દિલ્હી: તા. 27 ફેબ્રુઆરી 2024, મંગળવાર 

ભારતના મોટાભાગના સ્થળોએ શિયાળો ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યો છે અને વસંત ઋતુ લગભગ આવી ગઈ છે. ભારતમાં શિયાળા અને ઉનાળા વચ્ચેની ઋતુને વસંત કહે છે. વસંતની ઋતુ લાંબી ચાલતી નથી તેથી લોકો ઘણીવાર ઉનાળાની ઋતુ આવે તે પહેલા નાની ટ્રીપ પર જવાનો પ્લાન બનાવે છે. જો તમે પણ વસંત ઋતુમાં ફરવા જવા માંગો છો તો અહીં કેટલાક સ્થળોની લિસ્ટ છે જ્યાં તમે ફેમિલી ટ્રીપ પ્લાન કરી શકો છો. 

કાશ્મીર 

વસંત ઋતુમાં ફરવા જવાનો પ્લાન છે? તો ભારતની આ 6 જગ્યાઓ છે વધુ બેસ્ટ 2 - image

પૃથ્વી પર સ્વર્ગ તરીકે પ્રખ્યાત, કાશ્મીરનું હવામાન વસંતઋતુ દરમિયાન (માર્ચથી મેની શરૂઆત સુધી) ખૂબ સારું રહે છે. આ સમય દરમિયાન, તમે કાશ્મીર તેમજ શ્રીનગરના ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડનમાં ખીલેલા ટ્યૂલિપ્સથી તમારું દિલ જીતી લેશો.

શિલોંગ (મેઘાલય) 

પૂર્વ સ્કોટલેન્ડ તરીકે ઓળખાતું શિલોંગ વસંતઋતુમાં ખૂબ જ આનંદદાયક હોય છે. જ્યારે અહીં રોડોડેન્ડ્રોન અને ઓર્કિડના ફૂલો ખીલે છે ત્યારે આખું શહેર ખૂબ જ સુંદર લાગે છે.

મુન્નાર (કેરળ) 

ચાના બગીચા અને હરિયાળી માટે પ્રખ્યાત, મુન્નાર વસંતઋતુ દરમિયાન સ્વર્ગમાં ફેરવાય છે. આ સિઝનમાં અહીંનું તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસથી 35 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. તમે અહીં પહાડોની સાથે હરિયાળીનો આનંદ માણી શકો છો.

કુર્ગ (કર્ણાટક) 

કુર્ગ, જે ભારતના સ્કોટલેન્ડ તરીકે ઓળખાય છે,. કુર્ગ કોફીના વાવેતર અને ઝાકળવાળી ટેકરીઓ માટે પ્રખ્યાત છે. વસંતઋતુમાં અહીંની પહાડીઓ કોફીના ફૂલોની સુગંધ અને કોફીની ઝાડીઓને આવરી લેતાં સફેદ ફૂલોની ચાદર પાથરી હોય તેવા સુંદર નજારા જોવા મળે છે. 

ગુલમર્ગ (કાશ્મીર) 

એપ્રિલથી જૂનની આસપાસ ગુલમર્ગની મુલાકાત લેવી જોઈએ. પરિવાર સાથે કાશ્મીર ટ્રીપ પર જાવ તો આ મોસમમાં જવુ ફાયદાકારક રહે છે. કારણ કે, વસંતઋતુમાં, બરફ પીગળવાનું શરુ થાય છે. આ સમયે અહી લીલાછમ ઘાસના મેદાનો અને બરફથી ઢંકાયેલા પર્વતો જોવા મળશે.  

ઉટી (તમિલનાડુ) 

ઉટી સારા હવામાન અને કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. નીલગિરી પર્વતમાળામાં આવેલું, ઉટી એક પ્રખ્યાત હિલ સ્ટેશન છે. અહીંના બોટનિકલ ગાર્ડન રોડોડેન્ડ્રોન, ઓર્કિડ અને ગુલાબ જેવા ફૂલોથી રંગીન લાગે છે. 


Google NewsGoogle News