ટૉયલેટમાં મોબાઈલનો યૂઝ કરતા લોકો ચેતી જજો! જાણી લો તેનાથી સ્વાસ્થ્યને થતા ગંભીર નુકસાન
Image Source: Freepik
અમદાવાદ, તા. 24 જાન્યુઆરી 2024 બુધવાર
મોબાઈલ ફોન આજે એક ખૂબ મોટી જરૂરિયાત બનીને ઊભો થઈ ગયો છે. તેનાથી એક ક્ષણ પણ દૂર રહેવુ લોકો માટે મુશ્કેલ થઈ ગયુ છે. સૂતા પહેલા છેલ્લી મિનિટ સુધી લોકો રીલ્સ સ્ક્રોલ કરતા રહેતા હોય છે. આટલે સુધી તો ઠીક છે પરંતુ હવે લોકો વોશરૂમમાં પણ મોબાઈલ લઈને જવા લાગ્યા છે.
ઈન્ફેક્શનનું જોખમ
વોશરૂમમાં મોબાઈલનો ઉપયોગ આરોગ્ય માટે જોખમી છે. આ સ્થળે ઘણા કીટાણુ હાજર હોય છે. દરમિયાન જ્યારે તમે ફોન ચલાવો છો તો તે સરળતાથી ફોન પર ટ્રાન્સફર થઈને તમને બેક્ટેરિયાની ચપેટમાં લાવી શકે છે. મોબાઈલ એક એવી વસ્તુ છે જેને ધોવો પણ શક્ય નથી. દરમિયાન આ કીટાણુ તમારા શરીરમાં જઈને જાતભાતની બીમારીઓનું કારણ બની શકે છે.
સાંધાનો દુખાવો
જ્યારે ટોયલેટમાં મોબાઈલ ફોન લઈને જાવ છો તો ઘણી વખત લોકો ત્યાં વધુ સમય પસાર કરવા લાગે છે જે યોગ્ય નથી. વધુ સમય સુધી બેસી રહેવાથી તમારી માંસપેશીઓ અકડાઈ જાય છે અને ઘૂંટણનો દુખાવો શરૂ થઈ શકે છે. સાથે જ અડધા કે એક કલાક સુધી કમોડ પર ફોન લઈને બેસી રહેવાથી યોગ્ય રીતે ફ્રેશ પણ થઈ શકાતુ નથી.
મેન્ટલ હેલ્થ પર પણ અસર
એક સ્ટડી અનુસાર ટોયલેટમાં ફોન યૂઝ કરવાથી તમારી મેન્ટલ હેલ્થ પર પણ ખરાબ અસર પડે છે કારણ કે જે સમય તમે પોતાના માટે વિચારવા માટે આપી શકતા હતા તે પૂરો ટાઈમ ફોનમાં બરબાદ થઈ જાય છે. તેથી આ ટેવની અસર તમારી મેન્ટલ હેલ્થ પર પણ પડે છે.
પાઈલ્સનું જોખમ
તમારી આ ટેવથી તમે કબજિયાતના શિકાર પણ થઈ શકો છો. ખૂબ લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી તમારી બોડીને તેની આદત પડી જાય છે. આ સિવાય ત્યાં ખૂબ લાંબા સમય સુધી ટાઈમ સ્પેન્ડ કરવાથી તમારા બિનજરૂરી જોર પડે છે અને આ બાદમાં પાઈલ્સ વગેરેનું કારણ પણ બની શકે છે.