કારમાં બાળકો સાથે ટ્રાવેલિંગ કરતી વખતે આ વાતોનું રાખો વિશેષ ધ્યાન, દુર્ઘટનાનું જોખમ ઘટી જશે

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
કારમાં બાળકો સાથે ટ્રાવેલિંગ કરતી વખતે આ વાતોનું રાખો વિશેષ ધ્યાન, દુર્ઘટનાનું જોખમ ઘટી જશે 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 29 ડિસેમ્બર 2023 શુક્રવાર

બાળકોને મુસાફરી કરવી ખૂબ ગમતી હોય છે. માતા-પિતા પણ પોતાના બાળકોને બહાર લઈને જવા માટે ખૂબ ઉત્સાહિત હોય છે. તેમને નવી વસ્તુઓ જોવાનો અને નવા સ્થળો વિશે જાણવાની તક મળે છે. બાળકો કારમાં મુસાફરી કરવાની વાત સાંભળીને જ ખુશ થઈ જાય છે. તેનું કારણ એ છે કે તેમને કારમાં ખૂબ મસ્તી કરવાની તક મળી જાય છે. એક ચાલતી ગાડીની બારીમાંથી બાળકો બહાર જોવાનો પ્રયત્ન કરે છે. ડ્રાઈવર સીટ પર બેસીને ગાડી ચલાવવાનો પ્રયત્ન કરે છે. બાકી વારંવાર ખોલબંધ કરે છે.

તમારુ બાળક પણ ગાડીમાં મુસાફરી કરતી વખતે આમાંથી અમુક પ્રવૃતિઓ કરતા હશે પરંતુ આ પણ જોખમી હોઈ શકે છે અને તેના કારણે એક દુર્ઘટનાની શક્યતા વધી જાય છે. બાળકો માટે કાર સીટ અત્યંત જરૂરી છે. બાળકોને કાર સીટથી ઈજા થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. તેને એ પ્રકારે ડિઝાઈન કરવામાં આવી છે કે એ બાળકોને સુવિધાજનકરીતે ફિટ થાય છે. 

બાળકો ગાડીમાં પોતાના હાથ બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે. આ કારણોથી દુર્ઘટનાઓ થાય છે. તમામ કારમાં બાળકોની માટે સુરક્ષા લોક હોય છે. તેનાથી બાળકો ચાલતી ગાડીમાં બારીઓ અને દરવાજાને ખોલી શકતા નથી અને મુસાફરી દરમિયાન સંપૂર્ણરીતે સુરક્ષિત રહે છે.

અમુક લોકો લાંબી યાત્રાના કારણે ગાડીમાં ખાવાની આઈટમ રાખીને બાળકોને યાત્રા દરમિયાન ખવડાવે છે પરંતુ આ ખોટુ માનવામાં આવે છે. આ સિવાય આવુ કરવુ જોખમી સાબિત થઈ શકે છે કેમ કે ક્યારેક અચાનક બ્રેકિંગ કે ડંપી રોડના કારણે બાળકોના ગળામાં ફસાઈ શકે છે. તેથી ચાલતી ગાડીમાં ખૂબ નાના બાળકોને ખવડાવવુ જોઈએ નહીં. 

થોડા સમય બાદ બાળકોને કંટાળો આવવા લાગે છે અને તેઓ ગાડીમાં મસ્તી કરવાનું શરૂ કરી દે છે. બાળકો ગાડીમાં કૂદવાનું પણ શરૂ કરી દેતા હોય છે, બાળકોના મનપસંદ રમકડા અને પુસ્તકો ગાડીમાં રાખો. તેનાથી બાળકો પોતાની મનપસંદ વસ્તુઓમાં વ્યસ્ત રહેશે.


Google NewsGoogle News