Get The App

બાળકને ઘરે એકલુ મૂકતા પહેલા આ બાબતોનું રાખો વિશેષ ધ્યાન

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News
બાળકને ઘરે એકલુ મૂકતા પહેલા આ બાબતોનું રાખો વિશેષ ધ્યાન 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 23 ફેબ્રુઆરી 2024 શુક્રવાર

આજકાલ દરેક વ્યક્તિ ખૂબ વ્યસ્ત રહે છે અને ઘણી વખત માતા-પિતાએ બાળકને ઘરે એકલુ મૂકવુ પડે છે. દરમિયાન સૌથી વધુ ચિંતા હોય છે કે બાળક એકલુ કેવી રીતે રહેશે. બાળકની સુરક્ષા ખૂબ જરૂરી છે તેથી અમુક ખાસ વાતો છે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. 

સુરક્ષાના નિયમ શીખવાડો

પહેલુ પગલુ છે બાળકને ઘરના સુરક્ષા નિયમ સારી રીતે સમજાવો. જ્યારે તેઓ એકલા હોય તો દરવાજો કોઈના પણ માટે ખોલે નહીં. ભલે તે કોઈ અજાણ્યા હોય કે કોઈ જાણીતા હોય. અજાણ્યા લોકો સાથે વાતચીત ન કરવાની સલાહ આપો. સાથે જ તેમને એ પણ જણાવો કે જો કોઈ ઈમરજન્સી સ્થિતિ આવે છે તો તેમણે શું કરવુ જોઈએ. આ પ્રકારની જાણકારીથી બાળક પોતાને સુરક્ષિત રાખી શકશે.

ઈમરજન્સી સંપર્ક

બાળકને હંમેશા તમારા અને તમારા નજીકના લોકોના ફોન નંબર આપો. જેની પર તેઓ વિશ્વાસ કરી શકે છે. એ નક્કી કરો કે આ નંબર તેમને યાદ હોય કે પછી એવા સ્થળે લખીને રાખો જ્યાં તેઓ સરળતાથી તેને જોઈ શકે. આ સાથે જ પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ જેવી ઈમરજન્સી સેવાઓના નંબર પણ તેમને ઉપલબ્ધ કરાવો. આ તેમને કોઈ પણ ઈમરજન્સી સ્થિતિમાં મદદ માટે તૈયાર રાખશે. 

ખાણી-પીણીની વ્યવસ્થા

જ્યારે બાળક ઘરે એકલુ હોય તો ધ્યાન રાખો કે ફ્રિજ અને કિચનમાં એવી ખાવાની વસ્તુઓ રાખો જેને તેઓ સરળતાથી તૈયાર કરી શકે. સેન્ડવિચ, ફળ, દહીં જેવા સ્વસ્થ વિકલ્પ રાખો. તેમને ભોજન ગરમ કરવાની યોગ્ય રીત અને અમુક સિમ્પલ વસ્તુઓ બનાવવાની પાયાની જાણકારી આપો. આ તેમને ન માત્ર આત્મનિર્ભર બનાવશે પરંતુ તેમની ભોજનની આદતોને પણ સ્વસ્થ રાખશે. 

મનોરંજન અને વ્યસ્તતા

બાળકના એકલતાના સમયને મજેદાર અને ઉપયોગી બનાવવા માટે તેમની મનપસંદ શૈક્ષણિક પુસ્તકો, રમત અને શોખ સાથે જોડાયેલી સામગ્રી ઉપલબ્ધ કરાવો. આ વસ્તુઓ ન માત્ર તેમને વ્યસ્ત રાખશે પરંતુ તેમની વિચારવાની ક્ષમતા અને રચનાત્મકતાને પણ વધારશે. તેનાથી તેમને એકલતા ઓછી અનુભવાશે અને તેમનું મનોરંજન પણ થશે. આ રીતે તેઓ ખુશીથી વધુ સકારાત્મકરીતે પોતાનો સમય વિતાવી શકશે. 


Google NewsGoogle News