પેટ માટે અમૃત છે આખું વર્ષ મળતા આ ફળ, તકલીફો થશે દૂર અને વધારશે પાચનશક્તિ

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
પેટ માટે અમૃત છે આખું વર્ષ મળતા આ ફળ, તકલીફો થશે દૂર અને વધારશે પાચનશક્તિ 1 - image

Image:freepik 

-પપૈયું આંતરડામાં થતી બળતરા ઘટાડવામાં અસરકારક

નવી મુંબઇ,તા. 8 નવેમ્બર 2023, બુધવાર 

પપૈયું એક એવુ સુપરફૂડ છે.પપૈયાં કાચા હોય કે પાક્કા, પેટના સ્વાસ્થ્ય માટે બેસ્ટ માનવામાં આવે છે. વર્ષોથી બારેમાસ માર્કેટમાં જોવા મળતા પપૈયાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.  આ ફળ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. આનુ સેવન કરવાથી બ્લડ પ્રેશર અને બ્લડ શુગર બંને કંટ્રોલમાં રહે છે.પાકા પપૈયાંનું જ્યુસ પીઓ કે પછી કાચા પપૈયાંનું શાક હોય સ્વાસ્થ્ય માટે લાભકારક માનવામાં આવે છે. તેમાં રહેલા પોષક તત્વો હૃદયના રોગો, ડાયાબિટીસ, કેન્સર અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. આ ફળ શરીરના ઘાવને મટાડવામાં દવાની જેમ કામ કરે છે. એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર, પપૈયા શરીરમાં બળતરા ઘટાડે છે, રોગોથી બચાવે છે અને તમને લાંબા સમય સુધી યુવાન રાખે છે.

પપૈયા પાચન કેવી રીતે સુધારે છે?

ભારતીય યોગ ગુરુ, લેખક, સંશોધક અને ટીવી પર્સનાલિટી ડૉ. હંસા યોગેન્દ્રના જણાવ્યા અનુસાર, પપૈયું એક એવું ફળ છે જેમાં પપૈન એન્ઝાઇમ હોય છે જે યોગ્ય પાચન જાળવવામાં દવાની જેમ કામ કરે છે. 

પપૈયામાં પપૈન હોય છે, જે એક કુદરતી પાચન એન્ઝાઇમ છે જે તમને ખોરાકને સારી રીતે પચાવવામાં અને તે ખોરાકમાંથી પોષક તત્વોને શોષવામાં મદદ કરી શકે છે. આ ઉત્સેચકો પ્રોટીનને તોડી નાખે છે. પપૈયામાં રહેલું પેપેઈન નામનું આ ખાસ એન્ઝાઇમ પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે અને કબજિયાતમાં રાહત આપે છે.

  • પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે ગેસ અને અપચોથી પણ રાહત આપે છે 
  • પપૈયું આંતરડામાં થતી બળતરા ઘટાડવામાં અસરકારક 
  • તેનું સેવન કરવાથી આંતરડાને સાફ કરવામાં મદદ મળે છે

એક નાના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, પપૈયા આંતરડાની સમસ્યાઓથી રાહત આપવા માટે રામબાણ છે. પપૈયું કોલોનમાં જમા થયેલી ગંદકીને વધુ સારી રીતે સાફ કરે છે. આ સંશોધનમાં જે લોકો ઇરિટેબલ બાઉલ સિંડ્રોમના લક્ષણોને ફેસ કરી રહ્યા હતા તેઓ 40 દિવસ સુધી દરરોજ 20 ગ્રામ પપૈયાનું સેવન કર્યું.

આ સંશોધનથી જાણવા મળ્યુ કે, જે લોકોએ પપૈયાનું સેવન કર્યું તેમને કબજિયાત અને સોજાની સમસ્યાથી છુટકારો મળ્યો હતો. 

કબજિયાતની સારવાર કેવી રીતે કરવી?

પપૈયામાં અન્ય ફળો કરતાં વધુ ફાઇબર હોય છે, જે મળને ઢીલું કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે. મહિલાઓ માટે દરરોજ 25 ગ્રામ ફાઇબર અને પુરુષો માટે 38 ગ્રામ ફાઇબરનું સેવન કરવું મહત્વપૂર્ણ છે.

પપૈયાનું સેવન કેવી રીતે કરવું

તમે પપૈયાને સ્લાઈસમાં કાપીને ખાઈ શકો છો. તમે પપૈયાને સ્મૂધી, સાલસા અને સલાડ જેવી ઘણી વાનગીઓમાં ઉમેરીને પણ ખાઈ શકો છો.


Google NewsGoogle News