Makeup Tips: આજકાલ નો મેકઅપ લુકનો છે ટ્રેન્ડ, ટ્રાય કરતા પહેલા આટલી બાબતોનું રાખો ધ્યાન

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
Makeup Tips: આજકાલ નો મેકઅપ લુકનો છે ટ્રેન્ડ, ટ્રાય કરતા પહેલા આટલી બાબતોનું રાખો ધ્યાન 1 - image


                                                         Image Source: Freepik

અમદાવાદ, તા. 20 સપ્ટેમ્બર 2023 બુધવાર

એક સમય હતો જ્યારે દરેક ઉંમરની મહિલા હેવી મેકઅપ કરવાનું પસંદ કરતી હતી. ડાર્ક આઈલાઈનર, ડાર્ક લિપસ્ટિક અને હેવી ફાઉન્ડેશન તો દરેક મહિલાની પહેલી પસંદ હતી પરંતુ હવે જેમ-જેમ સમય બદલાઈ રહ્યો છે, તેમ-તેમ મહિલાઓની પસંદ પણ બદલાતી જઈ રહી છે. હવે મહિલાઓ હેવી મેકઅપના સ્થાને નો મેકઅપ લુકને કેરી કરવાનું વધુ પસંદ કરે છે. નો મેકઅપ લુક કેરી કરવાથી ના માત્ર ચહેરાની સુંદરતા વધે છે. સાથે જ આ દરેક કાર્યક્રમ માટે પરફેક્ટ પણ રહે છે.  નો મેકઅપ લુક કેરી કરવાનું પસંદ તો દરેકને હોય છે પરંતુ તેને યોગ્યરીતે કેરી કઈ રીતે કરવાનો છે, આ દરેકને જાણ હોતી નથી.  

ફાઉન્ડેશન લગાવવાનું ટાળો

જો તમે નો મેકઅપ લુક કેરી કરવાનું વિચારી રહ્યા હોવ તો ફાઉન્ડેશન લગાવવાનું ટાળો. ફાઉન્ડેશન લગાવ્યા બાદ તેની મોટી લેયર અલગથી દેખાય છે, જે તમારા નો મેકઅપ લુકને ખરાબ કરી શકે છે.

કન્સીલરનો ઉપયોગ કરો

ફાઉન્ડેશનના બદલે તમે કન્સીલરનો ઉપયોગ કરી શકો છો. તેના ઉપયોગથી તમારા ચહેરાના દાગ છુપાઈ જશે અને ખબર પણ નહીં પડે કે તમારા ચહેરા પર કંઈ લગાવ્યુ છે. 

પ્રાઈમર જરૂર લગાવો

નો મેકઅપ લુકમાં પણ પ્રાઈમર ખૂબ જરૂરી હોય છે. પ્રાઈમર લગાવવાથી સ્કિન ગ્લો કરે છે. આને લગાવતી વખતે ધ્યાન રાખો કે તેની લેયર વધુ જાડી ન થઈ જાય.

ગાલ પર સામાન્ય બ્લશ લગાવો

તમારા નો મેકઅપ લુકને કમ્પલીટ કરવા માટે લાઈટ કલરનું બ્લશ લગાવો. ધ્યાન રાખો કે તેનું પ્રમાણ વધુ ન હોય. નો મેકઅપ લુકમાં લાઈટ બ્લશ પરફેક્ટ રહે છે.

કાજલ છે જરૂરી

જો તમે નો મેકઅપ લુકમાં કાજલ લગાવશો તો તેનાથી તમારી આંખોની સુંદરતા ખૂબ વધી જશે. નહીંતર આંખો સોજાયેલી દેખાશે. 

લિપસ્ટિક

નો મેકઅપ લુકમાં લિપસ્ટિક મહત્વની ભૂમિકા હોય છે. તમે લિપસ્ટિકમાં લાઈટ પિંક રંગનો ઉપયોગ કરી શકો છો.


Google NewsGoogle News