સોના-ચાંદી જ નહીં આ 4 ધાતુમાંથી બનેલા ઘરેણાંની અનેક દેશોમાં ડિમાન્ડ, જાણો ભારતમાં શું છે કિંમત?
Jewelery Is Made Not Only From Gold But Also From Other Metals: જો તમારી સાથે કોઈ ઘરેણાં વિશે વાત કરે તો મનમાં તરત જ સોનું કે ચાંદી યાદ આવશે. ભારતમાં આ ધાતુમાંથી બનેલા ઘરેણાં સદીઓથી પહેરવામાં આવે છે. લોકો હવે ધીમે-ધીમે પ્લેટિનયમના ઘરેણાં પણ પહેરવા લાગ્યા છે. ડાયમંડના ઘરેણાં પણ લોકપ્રિય છે પણ તે પથ્થરમાં આવે છે. શું તમે આ સિવાય અન્ય ધાતુમાંથી બનેલા ઘરેણાં વિશે સાંભળ્યું છે? પાંચ એવી ધાતુ છે જેના ઘરેણાં હવે દુનિયામાં પહેરવામાં આવે છે. તેમની ચમક જોવા લાયક હોય છે. ખાસ કરીને આ ધાતુમાંથી બનેલા ઘરેણાં ચીન, અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યા છે. તો ચાલો જાણીએ કે દુનિયામાં અન્ય ધાતુના ઘરેણાં કેમ લોકપ્રિય થઈ રહ્યા છે. ભારતમાં તેની શું કિંમત છે?
આ પણ વાંચો: કોલ્ડ કોફી પીવાથી શરીરમાં ડીહાઈડ્રેશન થાય છે? કોલ્ડ કોફીથી બીમારીઓનુ જોખમ
આ ધાતુના નામ પેલેડિયમ, ટાઇટેનિયમ, ટંગસ્ટન, સ્ટેનલેસ સ્ટીલ છે. જે પૂરી દુનિયામાં ખૂબ લોકપ્રિય થઈ રહ્યા છે.
પેલેડિયમથી બનેલા ઘરેણાં કેવા હોય છે?
પેલેડિયમએ પ્લેટિનયમ જૂથનો સભ્ય છે. ઓછા વજન, હાઇપોઅલર્જેનિક ગુણધર્મો અને અસાધારણ ટકાઉપણું માટે તે જાણીતો છે. સામાન્ય રીતે, પેલેડિયમમાંથી બનેલા ઘરેણાંમાં 95 ટકા પેલેડિયમ અને 5 ટકા રુથેનિયમ (PD950) હોય છે. તેની ચમક અકબંધ રહે છે અને સ્ક્રેચ પણ પડતાં નથી.
પેલેડિયમ કેવી રીતે લોકપ્રિય બન્યું?
જ્યારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પ્લેટિનયમને લશ્કરી ઉપયોગ માટે આરક્ષિત રાખવામાં આવ્યું ત્યારથી પેલેડિયમની લોકપ્રિયતા વધી હતી. તેની ઓછી કિંમતને કારણે તે પ્લેટિનયમનો એક સારો વિકલ્પ માનવામાં આવે છે. આ ધાતુ ઘરેણાં બનાવવા માટે લોકપ્રિય બની રહી છે. તેની ગુણવત્તા પણ ખૂબ સારી હોય છે. જો કે તે સોના કરતાં મોંઘું છે.
રશિયા વિશ્વનો સૌથી મોટો પેલેડિયમ ઉત્પાદક દેશ છે. દક્ષિણ આફ્રિકા વૈશ્વિક રૂથેનિયમ ભંડારના 87% રૂથેનિયમની આપૂર્તિ કરે છે. પ્લેટિનયમથી સસ્તું હોવાને લીધે ઈલેક્ટ્રોનિક્સ અને દાંતની સારવારમાં તેનો વધુ ઉપયોગ કરવામાં આવે છે.
ટાઇટેનિયમથી બનેલા ઘરેણાં
ટાઇટેનિયમ ધાતુ ટકાઉ અને વજનમાં હલકી હોય છે. તે હાઇપોઅલર્જેનિક અને રસ્ટ પ્રતિરોધક પણ છે. આ ધાતુ હંમેશાં ચમકતી રહે છે. તેને દરરોજ પહેરી શકાય છે. તે નરમ હોય છે પરંતુ તેના પર સ્ક્રેચ પડી શકે છે. ટાઇટેનિયમમાંથી બનેલી વેડિંગ બેન્ડ વધુને વધુ લોકપ્રિય બની રહી છે. ટાઇટેનિયમ સામાન્ય રીતે પેલેડિયમ અને ટંગસ્ટન કરતાં વધુ સસ્તું હોય છે.
ટંગસ્ટનના ઘરેણાં વિશે જાણીએ
ટંગસ્ટન ખાસ કરીને ટંગસ્ટન કાર્બાઈડથી બનતા ઘરેણાંમાં વપરાતી સૌથી સખત ધાતુઓમાંની એક છે. તેમાં સ્ક્રેચ પડતો નથી. તેની ચમક અને પૉલિશ જળવાઈ રહે છે. જો કે વધારે દબાણથી ટંગસ્ટન તૂટી જાય છે. ટંગસ્ટન ધાતુ ખૂબ લોકપ્રિય બની રહી છે. યુરોપિયન અને અમેરિકન દેશોના 25 ટકા વરરાજા ટંગસ્ટનથી બનેલી વીંટી પહેરવું પસંદ કરે છે. આમાંથી બનેલા ઘરેણાં ખૂબ સુંદર અને સ્ટાઇલિશ હોય છે. જો તેની કિંમત વિશે વાત કરીએ તો ઉપરોક્ત ધાતુઓની તુલનામાં ટંગસ્ટન સૌથી વધુ આર્થિક રીતે પરવડે તેવી ધાતુ છે.
કયા દેશોમાં લોકપ્રિય બની રહ્યા છે?
પેલેડિયમ, ટાઇટેનિયમ અને ટંગસ્ટનથી બનેલા ઘરેણાં ઘણાં દેશોમાં લોકપ્રિય બની રહ્યા છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપમાં તે ખૂબ લોકપ્રિય થઈ રહ્યા છે. આ સિવાય કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ ઘરેણાં તરીકે ટાઇટેનિયમ લોકપ્રિય છે. જયારે ટંગસ્ટન યુરોપ અને એશિયાના અમુક ભાગોમાં લોકપ્રિય છે.
સ્ટેનલેસ સ્ટીલમાંથી બનતા ઘરેણાં
સ્ટેનલેસ સ્ટીલમાંથી બનેલા ઘરેણાં તેની ચમક અને મજબૂતાઈને કારણે ચીન અને અન્ય દેશોમાં લોકપ્રિય થવા લાગ્યા છે. તેમાં કાર્બન, આયર્ન 10.5 ટકા, ક્રોમિયમ, અને મહત્તમ 1.2 ટકા કાર્બન હોય છે. વધારે ટકાઉપણું જાળવવા માટે નિકલ અને ટાઇટેનિયમ જેવી અન્ય મિશ્રધાતુ પણ તેમાં ઉમેરવામાં આવે છે.
આ પણ વાંચો: શું માછલીના તેલનો ઉપયોગ લિપસ્ટિક બનાવવા માટે થાય છે? જાણી લો શેનાથી બને છે લિપસ્ટિક
ભારતમાં તેમની કિંમત શું છે?
ભારતમાં પેલેડિયમની વીંટીની કિંમત આશરે ₹27,598થી શરુ થાય છે. ડિઝાઇન અને કારીગરીને ધ્યાનમાં રાખીને તેની કિંમત ₹1,35,740 સુધી જઈ શકે છે. ટાઇટેનિયમના ઘરેણાંની કિંમત સામાન્ય રીતે ₹2,000 થી ₹15,000 સુધીની હોય છે. ટંગસ્ટનની વીંટીની કિંમત ઘણીવાર ₹3,000 અને ₹20,000ની વચ્ચે હોય છે. એકંદરે, પેલેડિયમ એ ત્રણમાંથી સૌથી મોંઘો વિકલ્પ છે, ત્યારબાદ ટંગસ્ટન અને પછી ટાઇટેનિયમ છે.