Get The App

બજારમાં આવશે નવી ખાંડ, ખાવાથી નહીં વધે કોલેસ્ટ્રોલ કે બ્લડપ્રેશર, ડાયબિટિસના દર્દીઓ માટે વરદાનરૂપ

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
બજારમાં આવશે નવી ખાંડ, ખાવાથી નહીં વધે કોલેસ્ટ્રોલ કે બ્લડપ્રેશર, ડાયબિટિસના દર્દીઓ માટે વરદાનરૂપ 1 - image

Image: FreePik 

નવી મુંબઇ,તા. 29 નવેમ્બર 2023, બુધવાર

સફેદ ખાંડનો ઉપયોગ લગભગ દરેક ઘરના રસોડામાં થાય છે, આ સિવાય બજારમાં તમામ મીઠાઈઓ પણ ખાંડમાંથી બનાવવામાં આવે છે. ખાંડ શરીરમાં મોટાભાગના ભયાનક રોગોનું કારણ છે. તેથી જ તેને સફેદ ઝેર કહેવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે ખાંડનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ હવે ટૂંક સમયમાં એક નવી સુગર માર્કેટમાં આવવાની છે, જેના સેવનથી ન તો કોલેસ્ટ્રોલ વધશે અને ન તો બ્લડ પ્રેશર. આ ખાંડ ડાયાબિટીસના દર્દીઓ માટેસારો ફુડ ઓપ્શન બની શકે છે. એટલું જ નહીં તેના નિયમિત સેવનથી ફેટી લિવરની સમસ્યા પણ ઓછી થઈ શકે છે.

એક અહેવાલ મુજબ નેશનલ સુગર ઇન્સ્ટિટ્યૂટે એક નવી પ્રકારની ખાંડ તૈયાર કરી છે. સંસ્થાના ડાયરેક્ટર પ્રો. નરેન્દ્ર મોહને દાવો કર્યો છે કે, આ દેશની પ્રથમ ઓછી જીઆઈ (ગ્લાયસેમિક ઈન્ડેક્સ) ખાંડ છે. છ વર્ષની મહેનત બાદ તેને આ સફળતા મળી છે. 

કિંમત 20 ટકા વધારે 

સંસ્થાના ડિરેક્ટરે જણાવ્યું કે, આ ખાંડની કિંમત સામાન્ય ખાંડ કરતાં માત્ર 20 ટકા વધુ હશે. તેની પેટન્ટ મળ્યા બાદ આ ટેકનોલોજીને કોમર્શિયલ ઉપયોગ માટે આપવામાં આવશે. 

આ ખાંડમાં 19 IU પ્રતિ ગ્રામ વિટામિન A પણ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ટૂંક સમયમાં મેગ્નેશિયમ, આયર્ન, ઝિંક, વિટામિન બી12 પણ તેમાં સામેલ થશે.

ખાડંના ફાયદો 

સામાન્ય શુગરનું જીઆઈ લેવલ 68 ની આસપાસ હોય છે, જેને ખાવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ ઝડપથી વધે છે. જે બાદ પેંક્રિયાઝથી ઇંસુલિન રિલીઝ થાય છે અને GI સ્તરને નિયંત્રિત કરે છે. સંસ્થાના ડાયરેક્ટરે જણાવ્યું કે, અમે આ ખાંડનું GI 55 ની નીચે ઘટાડી દીધું છે.


Google NewsGoogle News