Get The App

ભૂલથી પણ તમારી મેકઅપ કિટ કોઈ સાથે શેર ન કરશો, થઇ શકે છે સ્કિન પ્રોબ્લેમ્સ

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
Makeup Tips


Makeup Tips: મેકઅપ કરતી વખતે, તમે ઘણીવાર જોયું હશે કે લોકો એક જ બ્રશથી દરેક વ્યક્તિને ટચઅપ કરી દેવામાં આવે છે. તેમજ મેકઅપ બ્રશ કે મેકઅપ કીટ આપણે અન્ય સાથે શેર કરીએ છીએ, જે યોગ્ય નથી. શેર કરવું એ સારી બાબત છે પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જે શેર કરવામાં આવે તો બીમારી થઈ શકે છે. મેકઅપ કીટ શેર કરવાથી ક્યારેક સ્કિન પ્રોબ્લેમ્સનો પણ સામનો કરવો પડી શકે છે. 

જેના કારણે આંખમાં ઈન્ફેક્શન, સ્કિન પ્રોબ્લેમ, હોઠ પર પિમ્પલ્સ અને ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. એવામાં જાણીએ કે અન્ય શું નુકસાન થઈ શકે છે.

ઈન્ફેક્શનનો ખતરો 

મેકઅપ શેર કરવાથી ઈન્ફેક્શનનું જોખમ વધી શકે છે. જેમ કે કાજળ શેર કરવાથી આંખનું ઇન્ફેક્શન કે મેકઅપ બ્રશ શેર કરવાથી સ્કિન ઇન્ફેક્શન જે મેકઅપ શેરિંગના કારણે ઝડપથી થઇ શકે છે. 

હોઠ પર ફોલ્લીઓ

જો તમે લિપસ્ટિક શેર કરો છો, તો તમારા હોઠ પર ઈન્ફેક્શન લાગી શકે છે. ઉદાહરણ તરીકે, તમારા હોઠ પર ફોલ્લીઓ થઇ શકે છે. આ સિવાય હોઠની આસપાસની ત્વચાને પણ અસર થઈ શકે છે જે ગંભીર સ્વરૂપ લઈ શકે છે.

ચામડીના રોગો

મસાઓ અથવા કોઈપણ ફંગલ ઈન્ફેક્શન મેકઅપ દ્વારા ઝડપથી ફેલાય છે. આ સિવાય, શેરિંગનો ખતરો એ છે કે તમને ખબર નથી કે તમારા સિવાય અન્ય કોની સાથે પ્રોડક્ટ્સ શેર કરવામાં આવી છે. એવામાં તમે પ્રોડક્ટની સાથે બેક્ટેરિયા અને અને ફંગલ પણ શેર કરો છો અને કોઈપણ કારણ વિના ઘણી સમસ્યાઓનો શિકાર બની શકો છો.

આ પણ વાંચો: સ્વેટર-જર્સી પર ઉભરી આવેલા રેસા દૂર કરવાની જોરદાર ટ્રિક્સ, નવા જેવા દેખાશે ઉનના કપડાં

એલર્જી

લિપસ્ટિક, બ્રશ, મસ્કરા જેવી મેકઅપ પ્રોડક્ટ્સ શેર કરવાથી તમારી સ્કિન અને હોઠ પર એલર્જી થઈ શકે છે. જેમ કે બર્નિંગ, ખંજવાળ આવવી અને દુખાવો થવો, તેથી તમારી મેકઅપ કીટ કોઈની સાથે શેર ન કરવાનો પ્રયાસ કરો.

આ બાબતો ધ્યાનમાં રાખો

જો તમે તમારી મેકઅપ કીટ શેર કરો છો, તો તેનો ઉપયોગ કરતા પહેલા બ્રશ અને સ્પોન્જને સારી રીતે સાફ કરો.

- તેમજ જો કોઈ વ્યક્તિને કોઈ પ્રકારનું ઇન્ફેકશન છે, તો તેની સાથે મેકઅપ કીટ ક્યારેય શેર ન કરો.

- બને ત્યાં સુધી લિપસ્ટિક અને કાજલ શેર કરવાનું ટાળો.

- જો તમે પેન્સિલ કાજલ કોઈની સાથે શેર કરી રહ્યા છો, તો તેમના ઉપયોગ કર્યા પછી તેને શાર્પ કરો.

ભૂલથી પણ તમારી મેકઅપ કિટ કોઈ સાથે શેર ન કરશો, થઇ શકે છે સ્કિન પ્રોબ્લેમ્સ 2 - image


Google NewsGoogle News