નવરાત્રિ: વ્રત દરમિયાન કેટલું પાણી પીવું જરૂરી? જાણો બોડી હાઈડ્રેટ રાખવા એક્સપર્ટ્સે શું આપી સલાહ

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
નવરાત્રિ: વ્રત દરમિયાન કેટલું પાણી પીવું જરૂરી? જાણો બોડી હાઈડ્રેટ રાખવા એક્સપર્ટ્સે શું આપી સલાહ 1 - image


નવી દિલ્હી,તા. 19 ઓક્ટોબર 2023, ગુરુવાર 

નવરાત્રીનો ઉત્સાહ ચારેતરફ ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે.10 દિવસ સુધી માત્ર ફળો જ ખાય છે. નવરાત્રિ દરમિયાન લોકો ફળ, ચા-કોફી, દૂધ અને દહીં ખાઈને 10 દિવસ સુધી ઉપવાસ કરે છે. પરંતુ ઉપવાસ દરમિયાન પાણી પણ મહત્વની ભૂમિકા ભજવે છે. 

શરીર માટે ખોરાક કરતાં વધુ પાણી પીવું મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ઉપવાસ દરમિયાન પાણી પીવાથી તમે દિવસભર ઉર્જાવાન રહી શકો છો અને શરીરમાં પાણીની કમી નથી થતી.  જો તમે પૂરતું પાણી પીતા નથી, તો તમને થાક લાગશે, તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે અને તમને ચક્કર પણ આવી શકે છે. તેથી વ્રત દરમિયાન પુષ્કળ પાણી પીવું જોઈએ. 

ઉપવાસ દરમિયાન કેટલું પાણી પીવું જોઈએ?

ઉપવાસ દરમિયાન શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે, તમારા શરીરમાં પાણીની ઉણપ થતાં જ તમારું સ્વાસ્થ્ય કોઈને કોઈ કારણસર બગડી શકે છે. તેથી, શારીરિક પ્રવૃત્તિ, યોગ્ય આહાર, પુષ્કળ પાણી અને ન્યૂનતમ કેફીનનો ઉપયોગ કરવો જોઈએ. વ્રત દરમિયાન 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. ગરબા અને ઉપવાસ ઉપરથી નોકરીનો થાક અને ઉંઘ પણ પુરી થઇ શકતી નથી. તેથી આવા સમયમાં જો તમે પાણી પીતા રહેશો તો તે તમારી ત્વચા, વાળ, પેટ અને સ્વાસ્થ્ય સારું રહે છે.

ઉપવાસ દરમિયાન પાણી પીવાના ફાયદા

ભૂખ નિયંત્રિત થાય છે

નવરાત્રિ દરમિયાન કેટલાક લોકો 9 દિવસ સુધી ઉપવાસ કરે છે તેથી અનાજ બિલકુલ ખાતા નથી. જેના કારણે તેઓને વારંવાર ભૂખ લાગે છે. જો તમે પણ ઉપવાસ કરો છો અને તમને વારંવાર ભૂખ લાગે છે, તો તમે પુષ્કળ પાણી પી શકો છો.

નવરાત્રિ: વ્રત દરમિયાન કેટલું પાણી પીવું જરૂરી? જાણો બોડી હાઈડ્રેટ રાખવા એક્સપર્ટ્સે શું આપી સલાહ 2 - image

પાચન માટે પણ બેસ્ટ

9 દિવસના ઉપવાસ દરમિયાન શરીરમાં અનેક પ્રકારના પોષક તત્વોની ઉણપ થાય છે. જેમાં ફાઈબરનો પણ સમાવેશ થાય છે. જો તમે પૂરતા પ્રમાણમાં ફળો ખાઓ તો ફાઈબરની ઉણપને પૂરી કરી શકાય છે. આ સાથે કબજિયાતની સમસ્યા પણ દૂર થઈ શકે છે. તેથી, તમારા શરીર અનુસાર પૂરતા માત્રામાં પાણી પીવો.

વજન ઘટાડવામાં મદદ કરે છે

ઉપવાસ દરમિયાન શરીરમાં કેલરીની ઉણપ થાય છે. જેના કારણે વજન ઘટવા લાગે છે. જો તમે પુષ્કળ પાણી પીઓ છો, તો ચયાપચય સુધરે છે અને ચરબીનું ભંગાણ થાય છે.


Google NewsGoogle News