Get The App

ભગવાન શિવના નામ પરથી રાખો તમારા પુત્રનું યુનિક નામ, જાણો નામ અને તેના અર્થ

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
ભગવાન શિવના નામ પરથી રાખો તમારા પુત્રનું યુનિક નામ, જાણો નામ અને તેના અર્થ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 09 ડિસેમ્બર 2023 શનિવાર

પૌરાણિક હિંદુ કથાઓ અનુસાર ભગવાન શિવ ખૂબ દયાળુ અને ભોળા હોવાની સાથે દુષ્ટોનો વિનાશ કરનાર ભગવાન માનવામાં આવે છે. 

જો તમે ઈચ્છો છોકે તમારા બાળકમાં ભગવાન શિવના ગુણ આવે તો આ રહ્યા તેમના નામ

અનિકેત

અનિકેતનો અર્થ છે સૌના સ્વામી. આ નામ ઉત્કૃષ્ટતા અને આધ્યાત્મિક અધિકારની ભાવના રાખે છે.

અભિગમ્ય

ભોલે બાબાનું આ નામ ખૂબ જ અલગ અને યૂનિક છે. અભિગમ્યનો અર્થ છે સાધ્ય એટલે કે જેને પ્રાપ્ત કરી શકાય.

અચિંત્ય

ભોલેનાથના આ નામ પર પોતાના પુત્રનું આ સુંદર નામ રાખો. જેનો અર્થ છે એવી વ્યક્તિ જે સમજણથી પરે હોય.

આયુધિ

આયુધિ એક ખૂબ જ અનોખુ નામ છે જેનો અર્થ છે. એવા ભગવાન જે પોતાના મુખ્ય હથિયાર તરીકે ત્રિશૂળ ધારણ કરે છે.

અધોકસજા

શંકરજીના આ સુંદર નામનો અર્થ રચયિતા છે.

અભિપ્રાય

શિવજીના આ નામનો અર્થ છે, તે જે અનંત તરફ વધનારનો સામનો કરે છે.

અજ

શિવજીનું આ નામ પુત્ર અને પુત્રી બંનેનું રાખવામાં આવી શકે છે. જેનો અર્થ શાશ્વત છે.

અભય

શિવજીના આ નામનો અર્થ નિડર છે. પુત્ર માટે આ નામ ખૂબ જ પરફેક્ટ હોઈ શકે છે.


Google NewsGoogle News