વોટર હિટરનો ઉપયોગ કરતાં હોવ તો થઇ જજો સાવધાન, એક નાનકડી ભૂલ પણ પડી શકે છે ભારે
Water Heater Rod: શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો ગરમ પાણીથી જ ન્હાતા હોય છે. જેના માટે ગીઝર ફીટ કરાવે છે, પરંતુ ગીઝર ખૂબ મોંઘા હોય છે અને દરેકને તે પોસાય તેમ નથી. આથી મોટાભાગના ઘરોમાં પાણી ગરમ કરવા માટે વોટર હીટર રોડનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે પણ તેનો ઉપયોગ કરતા હોય તો તમારે પણ આ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આપણી થોડી બેદરકારી મોટું નુકસાન કરી શકે છે.
હીટરનો ઉપયોગ કરતી વખતે રાખવાની સાવચેતી...
- વોટર હીટરનો ઉપયોગ હંમેશા પ્લાસ્ટિકની ડોલમાં જ કરવો
- હીટરને હંમેશા પાણી ભરેલી ડોલમાં નાખીને પછી જ સ્વીચ ચાલુ કરવી. ત્યારબાદ તેને સ્પર્શ કરવાની ટાળો.
- વોટર હીટરનો ઉપયોગ કરતી વખતે, તમારા પગમાં ચપ્પલ પહેરો. તેમજ સ્વીચ બંધ કર્યા પછી પણ, ઓછામાં ઓછા 10-15 સેકન્ડ માટે પાણી અથવા હીટરને સ્પર્શ કરવાનું ટાળો.
- વોટર હીટરનો બે વર્ષથી વધુ સમય સુધી ઉપયોગ કરશો નહીં, તેનો ઉપયોગ કરતા પહેલા ઇલેક્ટ્રિશિયન દ્વારા તેની તપાસ કરાવો.
- સસ્તા વોટર હીટર ન ખરીદો, તેમજ તેને પસંદ કરતી વખતે વોટર હીટરની વોલ્ટેજને પણ ધ્યાનમાં રાખો.
- હીટરમાં પાણી ગરમ કર્યા પછી, તેને અનપ્લગ કરો.
- જ્યારે સ્વીચ ચાલુ હોય ત્યારે પાણીને સ્પર્શ કરશો નહીં. નહીતર ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા છે. સ્વીચ બંધ કર્યા પછી પણ 10 સેકન્ડ પછી વોટર હીટરને પાણીની બહાર કાઢો.
- હીટરનો ઉપયોગ જ્યાં થતો હોય ત્યાંથી બાળકોને દૂર રાખો. તેમજ તેને બાથરૂમમાં પણ ઇન્સ્ટોલ કરશો નહીં.
- હીટર ઇન્સ્ટોલ કર્યા પછી, જ્યાં સુધી તે ગરમ હોય ત્યાં સુધી તેને પ્લાસ્ટિકની ડોલમાં ન રાખો. તેમજ કલાકો સુધી હીટર ચાલુ ન રાખો.
- ISI માર્કા ધરાવતા જ હીટર ખરીદવા જોઈએ. 230-250 વોટ વચ્ચેના વોલ્ટેજવાળા હીટર ખરીદો.