Get The App

ઘરમાં નોકર રાખતા પહેલા કઈ-કઈ બાબતોની રાખવી સાવચેતી? અત્યારે જ જાણી લો

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
Tips For Keeping House Helper In Home


Tips For Keeping House Helper In Home: છેલ્લાં કેટલાંક વર્ષોમાં મોટાં શહેરોમાં હાઉસ હેલ્પર કે નોકર રાખવાની સંસ્કૃતિ ઝડપથી વધી છે. ખાસ કરીને જે ઘરોમાં પતિ-પત્ની બંને કામ કરતા હોય ત્યાં નોકરાણી કે હાઉસ હેલ્પર વગર એક દિવસ પણ પસાર કરવો મુશ્કેલ બની જાય છે. લોકો આ હાઉસ હેલ્પરના ભરોસે જ તેમના બાળકોને આખો દિવસ છોડીને કામ પર રહેતા હોય છે. સિંગલ ફેમિલી ધરાવતા લોકો આ સમસ્યાનો સૌથી વધુ સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તમારે થોડા સાવધાન રહેવાની જરૂર છે. જો તમારા ઘરમાં કોઈ હેલ્પર અથવા નોકર હોય તો જાણો તેના વિશે તમારે કઈ કઈ બાબતો જાણવી જોઈએ?

નોકરાણી અથવા હેલ્પરને નોકરીએ રાખતા પહેલા આ તપાસ જરૂર કરો 

પોલીસ વેરિફિકેશન

કોઈપણ નોકરાણી અથવા હેલ્પરને નોકરીએ રાખતા પહેલા તેનું પોલીસ વેરિફિકેશન કરાવી લો. તે મૂળ ક્યા સીટીથી છે અથવા તેના કુટુંબ અને સરનામું તેની સંપૂર્ણ માહિતી હોવી મહત્વપૂર્ણ છે.

આધાર અને કાયમી રહેઠાણ તપાસો 

તમે તમારા ઘરમાં કામ કરવા માટે જેમને નોકરીએ રાખતા હોવ તેના કાયમી રહેઠાણનો કોઈ પુરાવો સાથે રાખો. આધાર કાર્ડની નકલ રાખો. ફોન નંબર અને સ્થાનિક સરનામું પણ જાણો.

કેમેરા લગાવો

આજકાલ સીસીટીવી કેમેરાની સુવિધા છે. તેથી, જ્યારે પણ તમે ઘરમાં નોકરાણી અથવા હાઉસ હેલ્પર રાખો છો, ત્યારે કેમેરા ચોક્કસપણે લગાવો. આનાથી તમે તેની રોજીંદી ગતિવિધિઓ પર નજર રાખી શકો છો. 

કિંમતી ચીજવસ્તુઓને લોકરમાં રાખો 

જો તમે ઘરે રોકડ કે ઘરેણાં રાખો છો, તો તેને લોકરમાં રાખો. તમારી મહત્ત્વની અને કિંમતી વસ્તુઓને અલમારીમાં બંધ રાખો. આનાથી કોઈ પણ ઘટના બનવાની શક્યતા ઘટી જાય છે.

સંસ્થા વિશે માહિતી રાખો 

જો તમે કોઈપણ વેબસાઈટ અથવા સંસ્થા દ્વારા કોઈને નોકરી પર લઈ રહ્યા છો, તો તે સાઈટ વિશે સંપૂર્ણ માહિતી મેળવો. ઘણી વખત નકલી સાઈટ બનાવીને ચોરીને અંજામ આપવામાં આવે છે. કોઈપણ અનરજિસ્ટર્ડ સંસ્થા અથવા કંપનીમાંથી હેલ્પરને ન રાખશો.

બીજા કોઈને ઘરમાં ન આવવા દો

જો કોઈ નોકર કોઈને પોતાનો સંબંધી હોવાનો ઢોંગ કરીને તમારા ઘરે લઈ આવે છે તો ભૂલથી પણ તેને આવવા ન દેશો. તેને આવવાની મંજૂરી આપવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તે બહાને કોઈ ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ થઈ શકે છે.

ઘરની ચાવી ન આપો 

ઘણી વખત લોકો ઘરની ચાવી નોકરાણીને આપી દે છે. ભૂલથી પણ આવું ન કરો. તેનાથી તમારા ઘરમાં ચોરી થવાની સંભાવના વધી જાય છે. નોકરની સામે કબાટ ક્યારેય ન ખોલો અને કિંમતી વસ્તુઓને નજરથી દૂર રાખો.

ઘરમાં નોકર રાખતા પહેલા કઈ-કઈ બાબતોની રાખવી સાવચેતી? અત્યારે જ જાણી લો 2 - image



Google NewsGoogle News