મહિલાઓની આ 4 ટેવના પુરુષો હોય છે દિવાના, જીવનભર તમારો સાથ નહીં છોડે!!!
Image: Freepik
Acharya Chanakya Niti: કોઈ પણ વ્યક્તિને આકર્ષક બનાવવાનું કાર્ય કરે છે તેના ગુણ અને વ્યક્તિત્વ. હવે ભલે કોઈનું રૂપ-રંગ જોઈને એક ક્ષણ માટે કોઈ ઈમ્પ્રેસ થઈ જાય તો પણ આ એટ્રેક્શન લગભગ થોડા દિવસો કે થોડી મિનિટોનું હોય છે. જ્યારે વ્યક્તિનો ખરાબ સ્વભાવ અને કર્કશ વાણી સામે આવે છે તો તમામ એટ્રેક્શન અને સુંદરતા ખાક થઈ જાય છે. આચાર્ય ચાણક્યએ પણ આજથી ઘણા વર્ષો પહેલા પોતાની નીતિઓમાં મહિલાઓ અને પુરુષો, બંનેના અમુક એવા ગુણોનો ઉલ્લેખ કર્યો જે તેમને આકર્ષક તો બનાવે જ છે સાથે જ જીવનમાં ખૂબ આગળ પણ લઈને જાય છે. આજે આપણે આચાર્ય દ્વારા જણાવાયેલા મહિલાઓના અમુક એવા જ ગુણો વિશે વાત કરીશું, જે પુરુષોને દીવાના બનાવી દે છે. પુરુષ આવી મહિલાઓનો સાથ મેળવવા માટે આતુર રહે છે અને આવા સ્વભાવવાળી મહિલાઓના આશિક બની જાય છે.
જેમનું મન સાફ હોય છે
એવી કોઈ પણ વ્યક્તિ જેના દિલમાં કોઈ પ્રકારની ચોરી કે બીજા માટે ખરાબ ભાવના ન હોય. સ્વાભાવિક છે કે આવા લોકો તમામને પસંદ આવે છે. આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર જે મહિલાઓ પોતાના મનમાં કોઈ પણ પ્રકારનો દ્વેષ રાખતી નથી અને બીજાને માફ કરવાનો ગુણ પણ તેની અંદર હોય છે, આવી મહિલાઓ પૂજનીય હોય છે. આચાર્ય કહે છે કે આ મહિલાઓ પોતાના વિશાળ હૃદય અને પોતાની શુદ્ધતાથી પુરુષોનું દિલ જીતી લે છે અને તેમને પણ સારા માણસ બનાવવા અને પોતાનો અહંકાર ત્યાગવા પર મજબૂર કરી દે છે.
હિંમત અને સાહસથી કામ કરનારી મહિલાઓ
જીવનમાં એવી ઘણી સ્થિતિ આવે છે જ્યારે માત્ર સાહસ અને હિંમતનો જ સાથ હોય છે. જે આ સમયે હારી જાય છે તે જીવનમાં હંમેશા પાછળ રહી જાય છે. આચાર્ય ચાણક્ય પોતાની નીતિમાં હિંમત અને સાહસને ખૂબ જરૂરી ગુણ માને છે. તેમના અનુસાર મહિલાઓમાં આ બંને ગુણ પુરુષોની સરખામણીએ વધુ હોય છે પરંતુ અમુક મહિલાઓ પોતાના આ ગુણ સમજી શકતી નથી અને જે સમજી જાય છે, તે જીવનમાં ખૂબ આગળ વધે છે. પુરુષોને પણ આવી સાહસી અને હિંમતવાન મહિલાઓનો સાથ ખૂબ પસંદ આવે છે.
આ પણ વાંચો: મહિલાઓને સર્વાઇકલ કેન્સર થવાનું કારણ શું? જાણો કેવી રીતે બચી શકશો
દયાળુ અને કોમળ હૃદયવાળી મહિલાઓ
આચાર્ય ચાણક્ય કહે છે કે મહિલાઓ પુરુષોની તુલનામાં વધુ દયાળુ અને કોમળ હૃદયવાળી હોય છે. આ ગુણ તેમને પુરુષોથી અલગ અને તેમને ખૂબ ઉપર સ્થાન અપાવે છે. આવી મહિલાઓ જે પણ ઘરમાં હોય છે તેને સ્વર્ગ બનાવી દે છે. આવી મહિલાઓનો સાથ દરેક પુરુષને પસંદ આવે છે. આચાર્ય કહે છે કે મહિલાઓનું કોમળ વર્તન અને દયાળુ સ્વભાવ તેમને ભીડમાં સૌથી અલગ ઊભા કરે છે. આવી મહિલાઓ પુરુષોને પોતાની કઠોરતા અને અહંકારને છોડીને વિનમ્રતા અને સન્માનજનક રીતે રજૂ થવા પર મજબૂર કરે છે.
સમજદારીથી કામ લેનારી મહિલાઓ
આચાર્ય ચાણક્ય અનુસાર સમજદારી અને સૂઝબૂઝથી કામ લેનારી મહિલાઓ સમગ્ર પરિવારની ગતિ સુધારવાની તાકાત રાખે છે. આમના તાર્કિક વિચાર અને જીવનની જટિલતાઓને સૂઝબૂઝ સાથે ઉકેલવાની ટેવ તેમને ખૂબ આગળ લઈને જાય છે. પુરુષોને પણ આવી વિચારશીલ અને સમજદાર મહિલાઓ ખૂબ આકર્ષિત કરે છે. જ્યારે પુરુષ ક્યારેક જીવનમાં ભટકી જાય છે તો આ તેમનું માર્ગદર્શન કરવાનું કામ કરે છે. જેનાથી પુરુષોના દિલમાં આમના માટે એક અલગ જ સ્થાન બની જાય છે.