આર્ટિફિસિયલ ઇયરરિંગ પહેરવાથી કાન પાકી જાય છે તો આ રહ્યાં ઘરેલુ નુસખા

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
આર્ટિફિસિયલ ઇયરરિંગ પહેરવાથી કાન પાકી જાય છે તો આ રહ્યાં ઘરેલુ નુસખા 1 - image


Image: freepik and Pixabay 

નવી દિલ્હી,તા. 5 ઓક્ટોબર 2023, ગુરુવાર  

રુટિન લાઇફમાં કોઇ મહિલા સોના ચાંદીની બુટ્ટી પહેરવાનું પસંદ કરતી નથી. તેથી તે ખોટી અથવા આર્ટિફિસિયલ ઇયરરિંગ પહેરતી હોય છે પરંતૂ ઘણીવાર એવુ બને છે કે, આર્ટિફિસિયલ ઇયરરિંગ પહેરવાથી કાનની સ્કીન પર અસર થાય છે. 

આર્ટિફિસિયલ ઇયરરિંગ પહેરવાથી કાનમાં ખંજવાળ આવવા લાગે છે, કાનના છિદ્રો સૂજી જાય છે, પરુ થવા લાગે છે અને આના કારણે ઘણી વખત આખા કાનમાં દુખાવો થવા લાગે છે. આ ઈયરિંગ્સના કારણે કાનમાં પિમ્પલ્સ પણ થઈ શકે છે.

છોકરીઓ બજારમાંથી ઘણી બધી ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી ખરીદે છે, જેમાં મોટી ઇયરિંગ્સ પણ હોય છે. જ્યારે આ ઇયરિંગ્સ પહેરવામાં આવે છે. હવે તો માર્કેટમાં જોઇએ એવી આર્ટિફિસિયલ ઇયરરિંગ મળી જાય છે જે ટ્રેન્ડમાં રહે છે.

જો તમારા કાનમાં આર્ટિફિશિયલ ઈયરિંગ્સને કારણે નુકસાન થાય છે, તો તેને કેટલાક ઘરેલું ઉપચારની મદદથી ઠીક કરી શકાય છે.

  • તમે સરસવના તેલને ગરમ કરીને પાકેલા કાન પર લગાવી શકો છો.
  • હળદરને તેલમાં ગરમ કરીને કાનમાં પણ લગાવી શકાય છે. તેનાથી સોજો જલ્દી મટે છે.
  • નારિયેળનું તેલ પાકેલા કાન પર પણ લગાવવામાં આવે છે. તેનાથી કાનમાં અવરોધની સમસ્યા દૂર થાય છે.
  • કાનના છિદ્રમાં વધુ પડતી શુષ્કતા હોય અને ત્વચા ખેંચાવા લાગે તો નારિયેળ તેલ પણ લગાવી શકાય છે.

Google NewsGoogle News