વર્ષ 2050 સુધી કેન્સરથી મૃત્યુ પામશે આટલા ટકા પુરુષો, કારણ છે ચોંકાવનારા

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
Male Cancer


Male Cancer: દુનિયાભરમાં કેન્સરની બિમારીઓ ઝડપથી વધી રહી છે. કેન્સર એક ગંભીર અને જીવલેણ રોગ છે. કેન્સર સમગ્ર વિશ્વમાં મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક છે, દર વર્ષે લાખો લોકો આ રોગને કારણે પોતાનો જીવ ગુમાવે છે. એક રિસર્ચમાં આ અંગે ઘણી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, વર્ષ 2050 સુધીમાં પુરુષોમાં કેન્સરને કારણે મૃત્યુની સંખ્યામાં વધારો થવાનો છે.

આ કારણે સ્ત્રીઓ કરતાં પુરુષોને કેન્સર થવાનું જોખમ વધુ 

વૃદ્ધ પુરુષો અમુક પ્રકારના કેન્સર માટે વધુ સંવેદનશીલ હોય છે, જેમ કે પ્રોસ્ટેટ અને ફેફસાના કેન્સર, જે પુરુષોમાં કેન્સરના સૌથી સામાન્ય સ્વરૂપો છે.

આ સંશોધન સમગ્ર 185 દેશોને ધ્યાનમાં રાખીને કરાયુ 

પુરુષોમાં કેન્સરની ઘટનાઓ અને મૃત્યુદરનો અંદાજ કાઢવા માટે સંશોધકોએ 185 દેશો અને પ્રદેશોના 30 કેન્સરના પ્રકારો અને વસ્તી વિષયક ડેટા પર ધ્યાન આપ્યું. આ સંશોધનમાં સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે, પુરુષો સ્ત્રીઓ કરતાં વધુ ધૂમ્રપાન અને આલ્કોહોલ પીતા હોય છે, જે તેમના કેન્સર અને કેન્સર સંબંધિત મૃત્યુનું જોખમ વધારે છે. વધુમાં, પુરૂષો કામ પર કાર્સિનોજેન્સના સંપર્કમાં આવવાની શક્યતા વધુ હોય છે. 

65થી વધુ ઉંમરના લોકો જોખમમાં :

રિસર્ચરના મતે 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરુષોમાં યુવાન વર્ગ કરતાં બચવાનો દર ઓછો હતો કારણકે તેઓ ઉપચાર પ્રત્યે ઓછી સહનશીલતા ધરાવતા હોય છે અને જીવનમાં મોડેથી નિદાન કરાવે છે. આ સિવાય તેમાંથી કેટલાક હેલ્થકેર માટેની આવશ્યક ચૂકવણી કરવામાં પણ અસમર્થ હોય છે. એક અંદાજ એ પણ છે કે કેન્સરથી મૃત્યુ પામતા વૃદ્ધ પુરુષોની સંખ્યા 34 લાખથી વધીને 77 લાખ થશે, જ્યારે નવા કેસોની સંખ્યા 2022ના 60 લાખથી વધીને 2050 સુધીમાં 1.31 કરોડ સુધી વધી જશે.

સંશોધકોએ વિવિધ દેશોની આર્થિક સ્થિતિ અનુસાર પણ કેન્સરમાં તફાવતો ઓળખ્યા છે. "2022 અને 2050ની વચ્ચે આફ્રિકા અને પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં કેન્સરના કેસ અને મૃત્યુની સંખ્યામાં 2.5 ગણો વધારો થવાનો અંદાજ છે. તેનાથી વિપરીત યુરોપમાં લગભગ અડધાનો વધારો થવાનો જ અંદાજ છે.”

2022 થી 2050 સુધીમાં 87%થી વધુના વધારા સાથે, 2050માં વિશ્વભરમાં કેન્સરના કેસો અને મૃત્યુનું પ્રાથમિક કારણ ફેફસાનું કેન્સર હોવાની ધારણા છે. કોલોરેક્ટલ અને પ્રોસ્ટેટ કેન્સર ત્યારબાદના બીજા અને ત્રીજા ક્રમે આવે છે. પ્રોસ્ટેટ કેન્સર 2050 સુધીમાં વધુ ઘાતક બનવા જઈ રહ્યું છે. તે જ સમયે ચામડીના કેન્સરને કારણે પણ બહોળા પ્રમાણમાં લોકો મૃત્યુ પામી શકે છે.


Google NewsGoogle News