નવા વર્ષે દક્ષિણ ભારતના આ બેસ્ટ સ્થળો પર ફરવા જવાનો બનાવો પ્લાન, જુઓ લિસ્ટ
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 12 ડિસેમ્બર 2023 મંગળવાર
નવુ વર્ષ આવવાનું છે. દક્ષિણ ભારતમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે ઘણા સુંદર સ્થળો છે. જો તમે પણ પોતાના મિત્રો અને પરિવારની સાથે નવા વર્ષની રજાઓ ગાળવા ઈચ્છો છો તો દક્ષિણ ભારત એક શાનદાર ઓપ્શન છે. દક્ષિણ ભારત પોતાના સુંદર સમુદ્ર કિનારા અને બીચ માટે પ્રસિદ્ધ છે. 31 ડિસેમ્બરની રાત્રે અહીં લોકો સમુદ્રના કિનારે અને ક્લબોમાં પાર્ટી કરે છે. આ સ્થળો પર તમે સમુદ્ર કિનારે નવા વર્ષની પાર્ટીઓનો લુત્ફ ઉઠાવી શકો છો. ઘણી રેસ્ટોરન્ટ અને હોટલ ખાસ કરીને ન્યૂ યરના અવસર પર પાર્ટીઓનું આયોજન કરે છે.
પુડુચેરી
જો તમે પરિવાર અને મિત્રો સાથે નવા વર્ષની ઉજવણી કરવા ઈચ્છતા હોવ તો પુડુચેરી એક શાનદાર સ્થળ છે. પુડુચેરીનો સમુદ્ર કિનારો નવા વર્ષના અવસરે ખાસ રીતે સજાવવામાં આવે છે. લાઈટિંગ, જાતભાતના ડેકોરેશન અને શ્રેષ્ઠ ફૂડ સ્ટોલ તમારુ સ્વાગત કરે છે. હોટલ અને બીચ રિસોર્ટ પણ ન્યૂ યર પાર્ટીઓની વિશેષ વ્યવસ્થા કરે છે. તમે પોતાની પસંદના ડીજે પર ઝૂમી શકો છો, શાનદાર ડિનરનો આનંદ ઉઠાવી શકો છો અને નવા વર્ષનું સ્વાગત પોતાના પ્રિય વ્યક્તિ સાથે કરી શકો છો. યાદગાર ન્યૂ યર સેલિબ્રેશન માટે પુડુચેરી પરફેક્ટ ડેસ્ટિનેશન છે.
કોચ્ચિ
કોચ્ચિમાં નવા વર્ષનો જશ્ન ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે. ત્યાંના ફોર્ટ કોચ્ચિન અને બીજા બીચ રિસોર્ટ ખાસ કરીને સજેલા રહે છે. તમે પોતાના પરિવાર અને મિત્રો સાથે ત્યાં જઈ શકો છો. સમુદ્ર કિનારે ફરવા અને ભોજન ખૂબ મજેદાર રહેશે. રેસ્ટોરન્ટમાં ડાન્સ, ગીત અને ખાસ ન્યૂ યર ડિનરની પણ વ્યવસ્થા થાય છે. બાળકો માટે પણ રમત-ગમતની એક્ટિવિટી હોય છે. તમે તમામ કોચ્ચિમાં ખૂબ સારો ટાઈમ પસાર કરી શકો છો અને નવા વર્ષની ઉજવણી ધામધૂમથી મનાવી શકો છો.
ગોવા
ગોવાના સુંદર બીચ અને નાઈટલાઈફ તેને ન્યૂ યર સેલિબ્રેશન માટે એક યોગ્ય સ્થળ બનાવે છે. ઘણા ક્લબ અને પબમાં ન્યૂ યર પાર્ટીઓ થાય છે. ત્યાંના સુંદર અને શાંત સમુદ્ર કિનારા પર તમે પોતાના પરિવાર અને મિત્રો સાથે શ્રેષ્ઠ સમય પસાર કરી શકો છો. ગોવામાં નવુ વર્ષ આવતા જ ઘણી વખત, રેસ્ટોરન્ટ, ક્લબ અને હોટલ જશ્નનો માહોલ બનાવવા માટે ખાસ તૈયારીઓ કરે છે. વિશેષ ડિઝાઈનર લાઈટિંગથી લઈને ડીજે નાઈટ અને ડાન્સ પાર્ટીઓ સુધીની વ્યવસ્થા કરવામાં આવે છે. તમે પોતાના મનપસંદ સંગીત પર ઝૂમી શકો છો અને નવા વર્ષના જશ્નનો ભરપૂર આનંદ લઈ શકો છો. તેથી જો તમે પોતાના મિત્રો સાથે યાદગાર ન્યૂ યર વીકેન્ડ પસાર કરવા ઈચ્છો છો તો ગોવા ખાસ સ્થળ છે.