Cleaning Hacks: આ ટિપ્સની મદદથી ઓછી મહેનતે ચમકાવો બળી ગયેલા વાસણો

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
Cleaning Hacks: આ ટિપ્સની મદદથી ઓછી મહેનતે ચમકાવો બળી ગયેલા વાસણો 1 - image


                                                        Image Source: Freepik

અમદાવાદ, તા. 31 ઓક્ટોબર 2023 મંગળવાર

દૂધ ઉકાળતી વખતે કે શાકભાજી, દાળને ગેસ પર રાખીને ભૂલી જવા પર વાસણ બળી જાય છે. નીચે તળિયા પર મોટી પરત જમા થવા લાગે છે અને તેને તે સમયે સાફ ન કરવામાં આવે તો ધીમે-ધીમે આ પરત મોટી થતી જાય છે. જેને બાદમાં ચોખ્ખી કરવામાં ખૂબ મહેનત લાગે છે. 

વિનેગર

ખાણીપીણી સિવાય વિનેગરનો સાફ-સફાઈમાં પણ ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. બળેલા વાસણોને ચમકાવવામાં પણ વિનેગર ખૂબ અસરદાર છે. આમાં એસિડ હોય છે, જેનાથી દાગની સફાઈ કરવામાં આવી શકાય છે. વાસણમાં 5-6 ટીપા વિનેગરના નાખો અને થોડા સમય માટે છોડી દો. પછી આને રગડીને સાફ કરી દો. 

ડુંગળી

ડુંગળીના ઉપયોગથી પણ બળેલા વાસણોને સાફ કરી શકાય છે. આ માટે ગરમ પાણી અને ડુંગળીના છોતરાને વાપરવાના છે. બળેલા વાસણમાં પાણી અને ડુંગળીના છોતરા નાખો અને તેને ઢાંકીને 20 મિનિટ માટે ગેસ પર ગરમ થવા માટે મૂકી દો. સામાન્ય ઠંડુ થયા બાદ વાસણને સાબુની મદદથી રગડીને સાફ કરી દો. 

ટોમેટો કેચપ

બળેલા વાસણોને સાફ કરવા માટે ટોમેટો કેચપ પણ ખૂબ અસરદાર છે. ટામેટામાં એસિડિક તત્વ હોય છે જે વધુ મહેનત કર્યા વિના ઝડપથી સાફ કરે છે. આ માટે વાસણમાં ટોમેટો સોસ નાખો અને વાસણને આખી રાત માટે એમ જ છોડી દો. સવારે તેને સાફ કરો.


Google NewsGoogle News