મધ્ય પ્રદેશના આ સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, વિદેશમાં હોવ તેવો થશે અનુભવ

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
મધ્ય પ્રદેશના આ સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, વિદેશમાં હોવ તેવો થશે અનુભવ 1 - image


                                               Image Source: Wikipedia

ભોપાલ, તા. 05 ઓક્ટોબર 2023 ગુરૂવાર

જબલપુર, મધ્ય પ્રદેશના તે ફેમસ શહેર પૈકીનું એક છે જેને તેના સંગેમરમરના સુંદર ખડકો માટે ઓળખવામાં આવે છે. ત્યાં જાતભાતના ધોધ છે. આ સિવાય ત્યાં કેટલીક શ્રેષ્ઠ અને સુંદર ઈમારતો છે. ખાસ વાત એ છે કે તમે આ શહેરને 2 થી 3 દિવસની અંદર પણ ફરી શકો છો. આ સિવાય તમે ત્યાંથી જુદા-જુદા પ્રકારના સજાવટનો સામાન ખરીદી શકો છો. આ સિવાય તમે ત્યાં ફરવાની સાથે ટેસ્ટી પકવાનો અને અમુક ખાસ રેસિપીનો પણ આનંદ ઉઠાવી શકો છો.

જબલપુરમાં ફરવાના સ્થળો

મધ્ય પ્રદેશના આ સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, વિદેશમાં હોવ તેવો થશે અનુભવ 2 - image

1. ભેડાઘાટ

લોકો જબલપુર જાય એટલે ભેડાઘાટ જરૂર ફરવા જાય છે. ભેડાઘાટ એક પર્યટન સ્થળ છે જે ચમકતી સુંદર ખડકો માટે ફેમસ છે. આ નર્મદા નદીના કિનારે છે. આ ઘાટની ખાસિયત એ છે કે આ નર્મદા નદીના બંને કિનારા પર સંગેમરમરની 100 ફૂટ ઊંચી ખડક પર છે. ત્યાં ઘણી બોલીવુડ ફિલ્મોનું શૂટિંગ પણ થયુ છે. જેમ કે અશોકા અને મોહેં-જો-દડો. ત્યાં લોકો બોટરાઈડ કરે છે. ચોસઠ યોગિની મંદિર જાય છે.

મધ્ય પ્રદેશના આ સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, વિદેશમાં હોવ તેવો થશે અનુભવ 3 - image

2. ધૂંઆધાર ધોધ

ધૂંઆધાર ધોધ, ભેડાઘાટની નજીક એક આકર્ષક પર્યટન સ્થળ છે. આ ભેડાઘાટમાં નર્મદા નદી પર સ્થિત છે અને 10 મીટર ઊંચો છે. નર્મદા નદી, વિશ્વ પ્રસિદ્ધ સંગેમરમરની ખડકોથી થઈને પોતાનો રસ્તો બનાવે છે પછી તે ધૂંઆધાર નામના ધોધમાં પડે છે. આ દ્રશ્ય ખૂબ સુંદર હોય છે.

મધ્ય પ્રદેશના આ સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, વિદેશમાં હોવ તેવો થશે અનુભવ 4 - image

3. માર્બલ રોક્સ

માર્બલ રોક્સ, જબલપુરના સૌથી સુંદર પર્યટક સ્થળો પૈકીનું એક છે. આ પણ ભેડાઘાટની આસપાસ જ છે. ત્યાં તમને સફેદ સંગેમરમરથી બનેલી ઘણી વસ્તુઓ જોવા મળી જશે. અહીં તમને આખું શહેર પથ્થરો પર કોતરેલું જોવા મળશે.


Google NewsGoogle News