ભારતની એક નદી, જે ક્યારેય નથી મળતી સાગરને
નદીની વાત આવે એટલે આપણે એવું માની જ લઇએ છીએ કે દરેક નદી જઇને સાગરને મળે છે. આ એક કુદરતી ઘટનાક્રમ છે પરંતુ આજે અમે તમને એક એવી નદી વિશે જણાવવાના છીએ સાગરમાં જઈને નહીં પણ બીજે ક્યાંય લુપ્ત થાય છે.
પહાડોમાંથી નકળતી આ નદી આપણા દેશમાં જ છે. લૂની નદી નામની આ નદી અરવલ્લી પર્વત પાસે આવેલા આનાસાગરથી ઉત્પન્ન થઇને દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં પ્રવાહિત થતી કચ્છના રણમાં જઇને મળે છે. આ નદીનો ઉદભવ રાજસ્થાનના અજમેર જિલ્લામાં 772 મીટરનની ઉંચાઈએ આવેલા નાગની પહાડીઓ પર થાય છે અને તેની લંબાઈ 495 કિમી છે.
આ નદીની ખાસિયત માત્ર એ જ નથી કે તે સાગરને જઈને નથી મળતી પરંતુ નવાઈની વાત એ છે કે બાડમેરથી પસાર થયા પછી તે ખારી થઇ જાય ચે. અજમેરથી નીકળી દક્ષિણ- પશ્ચિમ રાજસ્થાન નાગૌર, જોઘપુર, પાલી, બાડમેર, જાલૌર જિલ્લામાંથી વહેતી આ નદી કચ્છના રણમાં આવીને લુપ્ત થઇ જાય છે.
નદીથી જીવનજરૂરી જળ મળે છે અને તેથી જ પ્રાચીન સમયથી જ લોકો નદી કિનારે વસવાટ કરતાં આવ્યાં છએ. શરૂઆતના 100 કિમી સુધી લૂના નદીનું પાણી મીઠું હોય છે પણ બાડમેર પછી તેના પાણીમાં ખારાશ આવી જાય છે. જેનું કારણ એ છે રે રણ વિસ્તારમાંથી પસાર થતી વખતે રેતમાં મળેલા મીઠાના કણ પાણીના ભળી જવાથી તેનો સ્વાદ બદલાઈ જાય છે.
રાજસ્થાનના ઘણાં જિલ્લાઓમાં લૂની નદી સિંચાઈઆનો પ્રમુખ સ્ત્રોત છે. આ નદી રાજસ્થાનના લોકોની જીવાદોરી સમાન હોવાથી લોકો એની પૂજા કરે છે. ચોમાસામાં તો એની સુંદરતા ખાસ્સી વધી જાય છે.