Get The App

Travelling Tips: પ્રેગ્નેન્સી દરમિયાન ટ્રાવેલિંગ કરતી વખતે આ જરૂરી બાબતોનું રાખો વિશેષ ધ્યાન

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
Travelling Tips: પ્રેગ્નેન્સી દરમિયાન ટ્રાવેલિંગ કરતી વખતે આ જરૂરી બાબતોનું રાખો વિશેષ ધ્યાન 1 - image


                                                         Image Source: Freepik

અમદાવાદ, તા. 04 નવેમ્બર 2023 શનિવાર

પ્રેગ્નેન્સી મહિલાઓ માટે સુકૂન અને ખુશીનો સમય હોય છે પરંતુ આવા સમયે ખૂબ ધ્યાન રાખવાની જરૂર હોય છે. આ સાથે જ બોડીની પહેલા કરતા વધુ કેર કરવાની જરૂર હોય છે. આ સાથે જ ઘણી સાવધાનીઓ પણ રાખવી પડે છે. ખાણી-પીણીથી લઈને ઉઠવા-બેસવા સુધી, પ્રેગ્નેન્સીમાં મહિલાઓને ઘણી બાબતોનું ખાસ ધ્યાન રાખવુ પડે છે. જો પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓ ટ્રાવેલિંગ કરવાની છે કે એ વિશે વિચારી રહી છે તો તેમણે પોતાના ડોક્ટરની સલાહ લેવી જોઈએ. 

ક્યારે કરવી મુસાફરી

હેલ્થ એક્સપર્ટ કહે છે કે પ્રેગ્નેન્સીના બીજા ત્રિમાસિકમાં ટ્રાવેલિંગ કરવી જોઈએ. આ યાત્રા કરવાની સુરક્ષિત રીત પણ છે પરંતુ આ સાથે જ ડોક્ટર્સ એ પણ કહે છે કે જો કોઈ મહિલાને ગર્ભાવસ્થા દરમિયાન વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો તેમને ટ્રાવેલિંગ કરવાની ના પણ પાડવામાં આવે છે. દરમિયાન મહિલાએ તાત્કાલિક પોતાના ડોક્ટર પાસે જવુ જોઈએ. પહેલા ત્રિમાસિકમાં ગર્ભપાતનું જોખમ સૌથી વધુ હોય છે. દરમિયાન બીજા ત્રિમાસિક એટલે કે 3થી 6 મહિનાની વચ્ચેનો સમય મુસાફરી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ત્રીજા ત્રિમાસિકમાં સુરક્ષિત

સવારે ઉઠ્યા બાદ થનારી મુશ્કેલીઓ જેમ કે માથાનો દુખાવો, ઉલટી અને મોર્નિંગ સિકનેસ ત્રીજા ત્રિમાસિકમાં ઓછી અનુભવાય છે. મૂડ પણ સારો થાય છે અને તમે સારુ ફિલ કરી શકો છો. 

આ જરૂરી કામ કરી લો

પ્રેગ્નેન્સી દરમિયાન કોઈ પણ પ્રકારની ટ્રિપ પ્લાન કરતી વખતે પોતાના ડોક્ટરને મળો અને તમામ જરૂરી ચેકઅપ કરાવો. આ સાથે જ ટ્રાવેલિંગ દરમિયાન રાખવામાં આવતી સાવધાનીઓ અને સેફ્ટી સંબંધી જરૂરી વાતો વિશે જાણી લો. ડોક્ટર તરફથી આપવામાં આવેલી ડિલીવરી ડેટ અને પ્રેગ્નેન્સી રિપોર્ટની એક કોપી પોતાની સાથે રાખો. વેક્સિનેશન અને દવાઓના કોર્સ વિશે પૂરી જાણકારી લઈ લો. 


Google NewsGoogle News