Get The App

શિયાળામાં ગોળ છે સુપરફુડ, શરીરને થશે આ 5 જબરદસ્ત ફાયદા

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
શિયાળામાં ગોળ છે સુપરફુડ, શરીરને થશે આ 5 જબરદસ્ત ફાયદા 1 - image

Image:FreePik

નવી મુંબઇ,તા. 19 ડિસેમ્બર 2023, મંગળવાર

શિયાળાની કડકડતી ઠંડીમા લોકો પોતાના સારા આરોગ્ય માટે વહેલી સવારે યોગ-પ્રાણાયમ કરે છે. તેમજ લીલા શાકભાજી અને ફળો આરોગે છે. શિયાળાના સમયમાં ગોળ ખાવાથી પણ અનેક ફાયદા થાય છે. ઠંડા વાતાવરણમાં ખાલી પેટે ગોળ ખાવાથી ઘણા ફાયદા થાય છે.

1. બ્લડ પ્રેશર

ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન સહિત અનેક પોષક તત્વો મળી આવે છે. આ સિવાય ગોળ એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણોથી ભરપૂર હોય છે. બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ગોળનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. રોજ ખાલી પેટે ગોળ ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.તે પોટેશિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. 

2. એનિમિયા

ગોળમાં આયર્ન અને ફોલેટ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે લોકોના શરીરમાં એનિમિયા હોય તેમણે ખાલી પેટે ગોળનું સેવન કરવું જોઈએ. તેના સેવનથી શરીરમાં આયર્નની ઉણપ પણ દૂર થાય છે.

3. હાડકાં મજબૂત બને છે

ગોળમાંથી કેલ્શિયમ અને આયર્ન પણ મળે છે. તેનાથી હાડકા મજબૂત થાય છે અને સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે.જેનાથી હાડકા સંબંધિત કોઈ પણ બીમારીથી પીડિત લોકોએ ગોળનું સેવન કરવું જોઈએ. 

4. આળસ દૂર થાય છે

ગોળમાંથી મળતી કાર્બોહાઈડ્રેટ શરીરમાંથી આળસ અને થાક દૂર કરે છે અને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. રોજ ખાલી પેટે ગોળ ખાવાથી દિવસભર એનર્જી જળવાઈ રહે છે.

5. પેટ સંબંધિત રોગો

રોજ ગોળ ખાવાથી પેટ સંબંધિત બીમારીઓ જેવી કે અપચો, કબજિયાત, પેટનો દુખાવો દૂર રહે છે.આ વસ્તુઓનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સાથે જ શરીરને ગરમી પણ મળે છે. 


Google NewsGoogle News