ISRO લોન્ચ કરશે PSLV Rocket સ્પેસક્રાફ્ટ Bikini, જાણો શું છે આ મિશનની ખાસિયત

બિકીનીનો ઉદ્દેશ્ય અંતરિક્ષમાં ડિલિવરી પહોચાડવાનો છે.

...તો અંતરિક્ષમાં કોઈ પણ સામાનની ડિલિવરી થઈ શકે છે અને તે પણ સસ્તામાં થશે.

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
ISRO લોન્ચ કરશે  PSLV Rocket સ્પેસક્રાફ્ટ  Bikini, જાણો શું છે આ મિશનની ખાસિયત 1 - image
Image Twitter 

તા. 23 સપ્ટેમ્બર 2023, શનિવાર

ISRO દ્વારા આવતા વર્ષે જાન્યુઆરીમાં એક દુબળા- પતળાં યુરોપિયન સ્પેસક્રાફ્ટ PSLV Rocket લોન્ચ કરશે. આ સ્પેસક્રાફ્ટનું નામ છે Bikini છે. આ યુરોપિયન સ્ટાર્ટઅપ ધ એક્સપ્લોરેશન કંપની (The Exploration Company) નું એક રી-એન્ટ્રી વ્હીકલ છે. બિકિની વાસ્તવમાં આ કંપનીના મોટા રીયુજેબલ રી- એન્ટ્રી મોડ્યુલ નિક્સ (Nyx) નું નાનું વર્ઝન છે. 

બિકીનીનો  ઉદ્દેશ્ય અંતરિક્ષમાં ડિલિવરી પહોચાડવાનો છે

આ રોકેટ બિકિનીને ધરતીની સપાટીથી 500 કિલોમીટર દુર લઈ જઈને છોડી દેશે. ત્યાંથી તે પરત ધરતી પર આવશે. આ દરમ્યાન તેની રી-એન્ટ્રીને લઈને કેટલીક તપાસ કરવામાં આવશે. આ બિકીની વાયુમંડળને પાર કરીને સમુદ્રમાં પડશે. બિકીનીનું વજન માત્ર 40 કિલોગ્રામ છે. તેને ઉદ્દેશ્ય અંતરિક્ષમાં ડિલિવરી પહોચાડવાનો છે. 

...તો અંતરિક્ષમાં કોઈ પણ સામાનની ડિલિવરી થઈ શકે છે અને તે પણ સસ્તામાં થશે

The Exploration Company ઈચ્છે છે કે તે પોતાની બિકિનીને સ્પેસક્રાફ્ટ દ્વારા અંતરિક્ષમાં ડિલિવરી કરવા માટેની વ્યવસ્થામાં જોડાય. જો બિકિની જાન્યુઆરીમાં રી-એન્ટ્રી મિશનમાં સફળ થાય તો, તેનો કોમર્શિયલ ઉડાનોમાં દુનિયામાં નવી દિશા સાથે દરવાજા ખુલી જશે. એટલે કે અંતરિક્ષમાં કોઈ પણ સામાનની ડિલિવરી થઈ શકે છે અને તે પણ સસ્તામાં થશે. 



બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News