Get The App

ઉનાળામાં કેમ વધી જાય છે બ્લડપ્રેશરની સમસ્યા? જાણો હાઇ બીપીના કારણ અને બચવાના ઉપાય

Updated: May 17th, 2024


Google NewsGoogle News
ઉનાળામાં કેમ વધી જાય છે બ્લડપ્રેશરની સમસ્યા? જાણો હાઇ બીપીના કારણ અને બચવાના ઉપાય 1 - image

Image:FreePik

World Hypertension Day 2024: દેશના ઘણા ભાગોમાં અત્યંત ગરમી છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ અનેક રોગોની પણ શરૂઆત થઇ જાય છે. આરોગ્ય નિષ્ણાતોના પ્રમાણે ઉનાળામાં ડિહાઇડ્રેશન, હીટ સ્ટ્રોક, વાયરલ તાવ, ઝાડા, કિડનીમાં પથરી, આંખનો ચેપ, પેટના રોગો અને યુટીઆઈ વગેરે રોગોનું જોખમ સૌથી વધુ રહેલું છે.

આ સાથે જ કરોડો લોકો હાઈ બ્લડ પ્રેશર અથવા લો બ્લડ પ્રેશરનો સામનો કરી રહ્યા છે. આજકાલ ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે લોકો હાઈ બીપી જેવી ગંભીર બીમારીનો શિકાર બની રહ્યા છે. યુવાનોમાં પણ બીપીની સમસ્યાનું જોખમ વધી ગયું છે. પહેલા આ સમસ્યા વધતી જતી ઉંમર સાથે થતી હતી પરંતુ આજકાલ નાની ઉંમરમાં જ લોકોને તેનો શિકાર બનાવી રહી છે. હાઈ બીપી જેવી ગંભીર બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 17 મેના રોજ World Hypertension Day ની ઉજવણી કરવામાં આવે છે. હાઈ બ્લડ પ્રેશરને સાયલન્ટ કિલર પણ કહેવાય છે. ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે હાઈ બીપીના દર્દીમાં શરૂઆતના લક્ષણો જોવા મળતા નથી. પરંતુ તેના કેટલાક ચોક્કસ લક્ષણો છે. જેના દ્વારા તેને શોધી શકાય છે.

સામાન્ય બ્લડ પ્રેશર કેટલું હોવુ જોઇએ?

ઉનાળામાં કેમ વધી જાય છે બ્લડપ્રેશરની સમસ્યા? જાણો હાઇ બીપીના કારણ અને બચવાના ઉપાય 2 - image

તંદુરસ્ત વ્યક્તિનું બ્લડ પ્રેશર 80/120 છે. બ્લડપ્રેશરની મદદથી બ્લડ ધમનીઓ સુધી પહોંચે છે, પરંતુ હાઈ બીપીની સ્થિતિમાં વ્યક્તિનું બ્લડપ્રેશર 90/140થી ઉપર પહોંચી જાય છે. આવી સ્થિતિમાં, શરીરમાં બ્લડ પ્રેશર નોંધપાત્ર રીતે વધી જાય છે. નિષ્ણાતોના મતે મોટા ભાગના કિસ્સાઓમાં આ બધા માટે આપણી ખાનપાન અને ખરાબ જીવનશૈલી જવાબદાર હોય છે.

હાયપરટેન્શનના કારણો

હાયપરટેન્શન થવાના મુખ્ય કારણોમાં ભરપૂર અને ચરબીયુક્ત ખોરાકનું વારંવાર સેવન, કસરતનો અભાવ, તણાવ, ચિંતા અને ડિપ્રેશન છે. હાઈ બીપીની સમસ્યા ખરાબ જીવનશૈલી, ખાનપાન, આનુવંશિકતા અને પ્રદૂષણને કારણે થાય છે. જો કોઈ વ્યક્તિ પ્રોસેસ્ડ ફૂડ ખાય છે અથવા સિગારેટ અને આલ્કોહોલ પીવે છે, તો તેને હાયપરટેન્શન થવાની સંભાવના વધી જાય છે. આ સિવાય વધુ પડતા સ્ટ્રેસને કારણે પણ હાઈ બીપીની સમસ્યા થાય છે. આ કારણે બીપીનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.

હાઈ બીપીના લક્ષણો

  • શ્વાસ લેવામાં તકલીફ
  • થાક લાગવો
  • નાકમાંથી લોહી આવવું
  • માથાનો દુખાવો
  • છાતીમાં દુખાવો
  • યૂરિન સાથે લોહી નીકળવું

હાઈ બીપીના દર્દીએ ઉનાળામાં સાવધાન રહેવાની જરૂર

હાઇ બીપીના દર્દીઓએ ઉનાળામાં સાવચેત રહેવાની જરુર છે. કારણ કે,ઉનાળામાં શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે જેના કારણે લોહી જાડું થઈ શકે છે. જે હાઈ બીપીનું કારણ બની શકે છે

વિશ્વભરમાં 128 કરોડથી વધુ લોકો હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ છે, જેમાંથી લગભગ 46 ટકા લોકો આ રોગ વિશે અજાણ છે. જો હાઈ બીપીને સમયસર કંટ્રોલ કરવામાં ન આવે તો બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધી જાય છે અને વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. ખાસ કરીને હાઈ બીપીના દર્દીઓએ આ ગરમીમાં સાવચેતી રાખવાની જરૂર છે.


Google NewsGoogle News